આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અંગદાતા મનુભાઈ ડોબરીયાને અર્પી શ્રદ્ધાંજલિ, અંગદાન માટે જનજાગૃતિની અપીલ

Praful Pansheriya Organ Donation: ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત સ્થિત પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વ. મનુભાઈ લાલજીભાઈ ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ડોબરીયા પરિવારના માનવતાભર્યા અને પ્રેરણાદાયી નિર્ણયને બિરદાવતાં જણાવ્યું કે અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ મહાદાન છે, જે એક વ્યક્તિના નિધન બાદ પણ અનેક લોકોને નવજીવન આપી શકે છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું...
Rupin Bakraniya
Rupin Bakraniya
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અંગદાતા મનુભાઈ ડોબરીયાને અર્પી શ્રદ્ધાંજલિ, અંગદાન માટે જનજાગૃતિની અપીલઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અંગદાતા મનુભાઈ ડોબરીયાને અર્પી શ્રદ્ધાંજલિ, અંગદાન માટે જનજાગૃતિની અપીલ

Praful Pansheriya Organ Donation: ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત સ્થિત પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વ. મનુભાઈ લાલજીભાઈ ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ડોબરીયા પરિવારના માનવતાભર્યા અને પ્રેરણાદાયી નિર્ણયને બિરદાવતાં જણાવ્યું કે અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ મહાદાન છે, જે એક વ્યક્તિના નિધન બાદ પણ અનેક લોકોને નવજીવન આપી શકે છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે અંગદાતાના આ મહાન નિર્ણયથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવી આશા જન્મે છે. તેમણે ડોબરીયા પરિવારની સેવાભાવી ભાવનાને નમન કરતાં કહ્યું કે દુઃખની ઘડીમાં પણ અન્ય લોકોના જીવનને બચાવવાનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ છે.

પ્રફુલ પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું કે અંગદાન અંગે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ અને સંકોચ દૂર કરવા માટે વ્યાપક જનજાગૃતિની જરૂર છે. વધુમાં વધુ લોકો અંગદાનના આ પવિત્ર સંકલ્પ સાથે જોડાય અને જીવન બચાવવાના આ મહાન કાર્યમાં સહભાગી બને તે સમયની માંગ છે. આ પ્રસંગે પી.પી. માણિયા હોસ્પિટલના તબીબો, આરોગ્યકર્મીઓ, અંગદાન ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ડોબરીયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.