Get News Alerts

Never miss breaking news updates.

'જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ સુધરે નહીં ત્યા સુધી પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો, સોનું ઓછું ખરીદો': પીએમ મોદી

PM Modi In Vadodara: વડાપ્રધાન ગઇકાલે રવિવાર રાતથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગત મોડી રાત્રે PM મોદીએ જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી PM મોદીએ આજે સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-3નું લોકાર્પણ કરી સંબોધન કરશે. 'સરદારધામ-3'ની ખાસિયતો વડોદરામાં...
R Gajjar
R GajjarUpdated on: 11 May 2026 06:43 PM IST
'જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ સુધરે નહીં ત્યા સુધી પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો, સોનું ઓછું ખરીદો': પીએમ મોદી'જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ સુધરે નહીં ત્યા સુધી પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો, સોનું ઓછું ખરીદો': પીએમ મોદી

AI Generated Images

PM Modi In Vadodara: વડાપ્રધાન ગઇકાલે રવિવાર રાતથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગત મોડી રાત્રે PM મોદીએ જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી PM મોદીએ આજે સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-3નું લોકાર્પણ કરી સંબોધન કરશે.

'સરદારધામ-3'ની ખાસિયતો

  • વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નિર્માણ
  • 4.75 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા, આશરે 150 કરોડનો ખર્ચ 
  • 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ
  • દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી 

મહત્વના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને પગલે શહેરના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. 11 મે, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી PMના નિર્ધારિત રૂટ પર સામાન્ય જનતા માટે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડિવિઝનલ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને નાગરિકોને નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ગરમીમાં  ઠંડા પાણી અને પીણાની સગવડ
આ ઉદઘાટન સમારંભ પ્રસંગે વડાપ્રધાનને આવકારવા અને તેમનું ભવ્ય સ્વાગત કરવા વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરીજનોને સ્વાગત સ્થળે લાવવા લઈ જવા માટે 300 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં ત્રાહિમામ ગરમીમાં પણ ઉત્સાહિત શહેરીજનોને લઈ જવા લાવવા માટે નવલખી મેદાન ખાતેથી 100 બસમાં લોકોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની ત્રાહિમામ ગરમીમાં આ તમામને બસમાં ઠંડા પાણી સહિત ઠંડા પીણા પણ સગવડ આપવા સહિત ઠંડા પાણીના જગ પણ બસમાં રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે નાસ્તા સહિત ફૂડ પેકેટ પણ તમામને આપવા સહિત લીંબુ પાણીનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ફુડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું. 

 
08:14 PM 11 May 2026

જય સરદારના નાદ સાથે પીએમ મોદીએ સંબોધન પૂર્ણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સનમેદનને સંબોધી પોતાનું સંબોધન પૂર્ણ કર્યું.

 
 
08:14 PM 11 May 2026

“પાટીદારભાઇઓએ લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવા જોઇએ”

વડાપ્રધાને જણાવ્યું કે, લગ્ન માટે ભારતથી શ્રેષ્ઠ કોઇ જગ્યા નથી. અહીં લગ્ન કરીએ તો આપણા પૂર્વજોની માટી પણ આશિર્વાદ આપે છે. લગ્ન માટે ભારતના અનેક સ્થળોને પસંદ કરીએ. આપણા ગુજરાતમાં એકથી એક સારા સ્થળો છે. હું પાટીદારભાઇઓને કહું છુંકે તમારે લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવા જોઇએ. તમારા દરેક લગ્નમાં સરદાર સાહેબ આશિર્વાદ માટે ઉપસ્થિત રહેશે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લગ્ન માટે જગ્યા બનાવી આપો.

 
 
08:13 PM 11 May 2026

સોનાની ખરીદીને ટાળો

વડાપ્રધાને જણાવ્યું કે, દેશવાસીઓને આગ્રહ કરુ છું કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદીને ટાળો. ગોલ્ડની જરૂર નથી. આજે સમયની માગ છેકે આપણે વોકલ ફોર લોકલને જન આંદોલન બનાવીએ. વિદેશી સામાનના બદલે લોકલ ઉત્પાદનોને અપનાવીએ. આપણા ગામ, આપણા શહેર અને આપણા દેશના ઉદ્યોગપતિઓને શક્તિ આપીએ. આપણામાંથી મોટાભાગના ખેતી સાથે જોડાઇને અહીં પહોંચ્યા છીએ. ખેતીમાં સોલાર પમ્પનો ઉપયોગ, નેચરલ ફાર્મિંગને મહત્વ આપે. આપણે કેમિકલ ફર્ટિલાઇઝરથી આપણા ખેતરને બચાવવાના છે.

 
 
08:13 PM 11 May 2026

પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો

વડાપ્રધાને જણાવ્યું કે, સરકાર પણ સતત પ્રયત્ન કરી રહી છેકે દેશના નાગરિકો પર આ પરિસ્થિતિની ઓછામાં ઓછી અસર થાય, પરંતુ આ સમયે દેશને જનભાગીદારીની શક્તિની જરૂર છે. આપણે ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપવી પડશે. આજે જરૂર છેકે આપણે આપણું દાયિત્વ નિભાવીએ. દેશના સંશાસધનો પર પડનારા બોજને ઓછો કરે. જેમ બુંદ-બુંદથી ઘડો ભરાય છે તે રીતે આપણે નાના નાના પ્રયાસોથી વિદેશથી આવતા ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવાનો છે. એવા વ્યક્તિગત કાર્યોથી પણ બચવાનું છે જેમાં વિદેશી મુદ્રા ખર્ચ થાય છે. ભારતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ છે. જે ક્ષેત્રથી વિશ્વના મોટા હિસ્સાને તેલ મળે છે, તે ક્ષેત્ર સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિમાં છે. તેથી જ્યાં સુધી હાલાત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે બધાએ મળીને નાના-નાના સંકલ્પો લેવા પડશે. હું કાલે કર્ણાટક અને તેલંગણામાં આ બાબતે ચર્ચા કરી છે અને આજે હું ગુજરાતમાં પણ મારા આગ્રહ પર જોર આપી રહ્યો છું. તમારા પર મારો વધારે હક છે એટલે હું હકથી કહેવાનો છું. મારી દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યાં શક્યતા હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો. મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ચ્યુઅલ મિટિંગ અને વર્કફ્રોમ હોમનો આગ્રહ રાખે.

 
 
08:13 PM 11 May 2026

આપણે મળીને કોરોનાનો સામનો કર્યો તો આ સંકટમાંથી બહાર આવી જઇશું

વડાપ્રધાને જણાવ્યું કે, એક વિષય સંવેદનશીલ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ સતત અસ્થિર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પહેલા કોરોના, પછી આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ આ તમામ પરિસ્થિતિની અસર સતત સમગ્ર વિશ્વ પર થઇ રહ્યું છે. ભારત પણ તેનાથી અછૂતું નથી. કોરોના મહામારી આ સદીની સૌથી મોટું સંકટ હતું તો પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી યુદ્ધથી બનેલી પરિસ્થિતિઓ આ દશકના મોટા સંકટોમાંની એક છે. આપણે મળીને કોરોનાનો સામનો કર્યો તો આ સંકટમાંથી બહાર આવી જઇશું.

 
 
07:49 PM 11 May 2026

“અહીં સમાજ હંમેશા સમયની દિશાને ઝડપથી ઓળખે છે”

વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતની એક વિશેષતા રહી છેકે અહીં સમાજ હંમેશા સમયની દિશાને ઝડપથી ઓળખે છે. પરિવર્તનને અવસરમાં બદલવું, નવી સંભાવનાઓને અપનાવવી અને ભવિષ્યની તૈયારી સમયસર શરૂ કરવીએ ગુજરાતની કાર્યસંસ્કૃતિનો ભાગ રહ્યો છે. આજે જ્યારે દુનિયા ફ્યુચર ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે. ત્યારે ગુજરાત નવી ગતિ સાથે આગળ વધી રહ્યું છે. સેમિ કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ, એડવાન્સ એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે.

 
 
07:49 PM 11 May 2026

“નારિશક્તિ વંદન સંશોધન માટે સતત પ્રયત્નો થતા રહેશે”

વડાપ્રધાને જણાવ્યું કે, નારિશક્તિ વંદન સંશોધન થકી અમે એક પ્રયાસ કર્યો હતો. રાજકીય કારણોથી તે પાસ ન થઇ શક્યું હતું. પરંતુ અમે એ દિશામાં સતત પ્રયાસો કરતા રહીશું. મહિલાઓ માટે દરેક ક્ષેત્રોમાં દ્વાર ખુલે એ માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજોની પણ જવાબદારી છે. મને વિશ્વાસ છેકે સરદાર ધામ તેને સંપૂર્ણ નિષ્ઠાથી ઉઠાવી રહ્યું છે.

 
 
07:47 PM 11 May 2026

આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી: PM મોદી

'તમારા કાર્યક્રમનો હિસ્સો મને સુખદ લાગે છે અને લાગે છે કે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે. જ્યારે ક્યાંય વાસ્તવિક બદલાવ થાય છે તે સમાજની સામુહિક તાકાતથી જ થાય છે. વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે આજનો આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી'

 
 
07:47 PM 11 May 2026

ગુજરાતમાં રાજનૈતિક સ્થિરતાને મહત્વ: PM

'બંગાળ, આસામ અને પુડુચેરીના પરિણામથી દેશ ખુશ, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ શાનદાર પરિણામ આવ્યું, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા રાજનૈતિક સ્થિરતાને મહત્વ આપ્યું, આ લોકોની દૂરદર્શિતા છે, જ્યાં રાજનૈતિક સ્થિરતા ત્યાં અર્થ વ્યવસ્થાને ગતિ, ગુજરાતે આ વાત પહેલાથી સમજી લીધી છે, જેનું પરિણામ વિકાસના નામે મળી રહ્યું છે'

 
 
07:42 PM 11 May 2026

મહિલાઓ માટે દરેક ક્ષેત્રે દ્વાર ખૂલેલા: PM મોદી

વડાપ્રધાને મહિલાઓની વાત કરતાં કહ્યું હતુ કે મહિલાઓ માટે અનેક યોજનાઓ છે. તેમના માટે દરેક ક્ષેત્રે દ્વાર ખૂલેલા છે. વડાપ્રધાને કહ્યું કે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા. સોમનાથ મંદિરની પુનઃ સ્થાપનાનું સપનું સરદાર પટેલના સંકલ્પથી જ પૂર્ણ થયું હતું.

 
 
07:39 PM 11 May 2026

તમારા લોકોની વચ્ચે આવવાથી સમાજની શક્તિનો અહેસાસ થાય છે

વડાપ્રધાને જણાવ્યું કે, હું તમારી વચ્ચે આવ્યો છું તો એક વાતની ખુશી છે, બંગાળ, આસામ અને પોંડેચરીના પરિણામોએ દેશમાં ઉત્સવનો માહોલ બનાવી દીધો છે. તમે પણ એક ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યના પરિણામ પણ સારા રહ્યાં છે. જેની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. ગુજરાતના લોકોએ હંમેશા રાજનીતિ સ્થિરતાને મહત્વ આપ્યું છે. તેઓ જાણે છેકે રાજનીતિ સ્થિરતાનું શું મહત્વ છે. જ્યાં રાજનીતિ સ્થિરતા હોય છે ત્યાં અર્થવ્યવસ્થાની ગતિ ઝડપી બની જાય છે. તમારા લોકોની વચ્ચે આવવું અને તમારા કાર્યક્રમોનો ભાગ બનવુ મારા માટે ખાસ અને સુખદ હોય છે. એવું લાગે કે ઘરમાં આવ્યો છે. તમારા લોકોની વચ્ચે આવવાથી સમાજની શક્તિનો અહેસાસ થાય છે.

 
 
07:03 PM 11 May 2026

PM નરેન્દ્ર મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 
 
06:54 PM 11 May 2026

PM મોદીનું મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું

સ્ટેજ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હર્ષભેર મુખ્યમંત્રી સહિત પાટીદાર નેતાઓએ સ્વાગત કર્યું છે.
 

 
 
06:51 PM 11 May 2026

PM મોદી સ્ટેજ પર પહોંચતાં જ જય શ્રી રામના નારા લાગ્યા

વડાપ્રધાન સરદારધામ-3 નું લોકાર્પણ કરી જનસભા સંબોધવા પહોંચ્યા છે. વડાપ્રધાન સ્ટેજ પર પહોંચતાં જ જય શ્રી રામ, જય સરદાર, જય ભારત માતાના નારા ગુંજી ઉઠ્યા.

 
 
06:47 PM 11 May 2026

પીએમ મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કર્યું

સોમનાથમાં અમૃત પર્વમાં ઉપસ્થિત રહ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં સમસ્ત પાટીદાર સંગઠનો ની સમાજ હિતકારી એકતાના પ્રતીક સમાન અને રાજ્યના તૃતીય ભવ્ય,વિશાળ અને સુવિધાસંપન્ન સરદાર ધામનું લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટમાં 1,000 છોકરાઓ અને 1,000 છોકરીઓ માટે છાત્રાલયની સુવિધાઓ, તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

 
 
06:44 PM 11 May 2026

વડોદરામાં વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે ભવ્ય આયોજન

વડોદરામાં વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે વિશ્વ પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય એટલે કેરળના કથકલીના કલાકારો PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયાર છે. દેશના વિવિધ પ્રાંતોમાંથી વડોદરામાં વસેલા લોકો પોતાના પરંપરાગત પરિધાન ધારણ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા માટે એરપોર્ટ રોડ ઉપર ગોઠવાઇ ગયા છે. વડોદરામાં વડાપ્રધાનના ઉત્સાહભેર સ્વાગત માટે પશ્ચિમ બંગાળનું બંગાળી ગ્રુપ રિહર્સલ કરી રહ્યું છે.

 
AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com