Get News Alerts

Never miss breaking news updates.

વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે મહાઆરતી યોજાઈ

PM Modi Mahaaarti Vadtal: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ દેશના પ્રથમ ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે 4,399 દિવસ વડાપ્રધાન પદે રહી નવો રેકોર્ડ સ્થાપિત કરવાના પ્રસંગે વડતાલ ધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ચેરમેન ડૉ.સંત સ્વામી તથા કોઠારી સ્વામીના પ્રમુખ સ્થાને...
R Gajjar
R GajjarUpdated on: 10 Jun 2026 09:31 PM IST
વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે મહાઆરતી યોજાઈવડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે મહાઆરતી યોજાઈ

PM Modi Mahaaarti Vadtal: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ દેશના પ્રથમ ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે 4,399 દિવસ વડાપ્રધાન પદે રહી નવો રેકોર્ડ સ્થાપિત કરવાના પ્રસંગે વડતાલ ધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ચેરમેન ડૉ.સંત સ્વામી તથા કોઠારી સ્વામીના પ્રમુખ સ્થાને નડિયાદના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત સરકાર ની જાહેર હિસાબ સમિતિના ચેરમેન પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગભાઈ, મહાનગરપાલિકાના કાઉન્સિલરો તેમજ સંગઠનના વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત વધુ વેગથી વિકાસના પંથે આગળ વધે અને દેશને તેમનું માર્ગદર્શન વર્ષો સુધી પ્રાપ્ત થતું રહે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય તથા ‘વિકસિત ભારત’ના સંકલ્પની સિદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com