પાટણ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લાંબા વિરામ બાદ વરસાદથી લોકોને રાહત

Patan Rainfall: પાટણ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને હારીજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતોમાં વરસાદ વરસતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સિદ્ધપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સિદ્ધપુર શહેર અને આસપાસના બિલીયા, ખળી તથા નેદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
પાટણ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લાંબા વિરામ બાદ વરસાદથી લોકોને રાહતપાટણ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લાંબા વિરામ બાદ વરસાદથી લોકોને રાહત

Patan Rainfall: પાટણ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને હારીજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતોમાં વરસાદ વરસતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સિદ્ધપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
સિદ્ધપુર શહેર અને આસપાસના બિલીયા, ખળી તથા નેદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી હતી.

સરસ્વતીમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ
જિલ્લામાં સરસ્વતી તાલુકામાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સિદ્ધપુરમાં એક ઇંચ અને પાટણ શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

વરસાદથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી
લાંબા સમયથી વરસાદ ગાયબ રહેતા લોકો ભારે ગરમી અને અતિશય ઉકળાટથી પરેશાન હતા. જોકે હવે મેઘરાજાની મહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ પડતાની સાથે જ સ્થાનિક રહીશો અને ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.

પાટણ જિલ્લાનું વાતાવરણ બન્યું આહલાદક
વરસાદી માહોલને કારણે સમગ્ર પાટણ જિલ્લાનું વાતાવરણ આહલાદક અને જીવંત બની ગયું છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી લોકોને મોટી રાહત મળી છે અને ખેડૂતોમાં પણ આશા જાગી છે.