વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચન’ બન્યા આકર્ષણનું કેન્દ્ર



વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચન’ બન્યા આકર્ષણનું કેન્દ્ર



ગીર સોમનાથ: ગીર સોમનાથ ખાતે યોજાયેલા વડાપ્રધાન Narendra Modi ના ભવ્ય રોડ શોમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન “જુનિયર બચ્ચન” તરીકે જાણીતા Pinakin Gohil ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, તેવા જ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક અને જુનિયર બચ્ચન શ્રી પિનાકીન ગોહિલ ભાવનગરથી વડાપ્રધાનને સત્કારવા માટે પહોંચ્યા હતાં.

મનોરંજનના ક્ષેત્રમાં કામ કરતા પિનાકીન ગોહિલ સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના રોડ શોમાં વડાપ્રધાનને સત્કારવા માટે ખાસ સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ લઈને પહોંચ્યા હતા. આ પ્રતિકૃતિમાં વડાપ્રધાનને તેમના સ્વ. માતૃશ્રી હીરાબા સાથે દર્શાવામાં આવ્યાં છે, સાથે જ સોમનાથ મંદિરના પુન: નિર્માણમાં જેમનું અદ્વિતીય યોગદાન છે, તેવા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની તસવીર, સોમનાથની રક્ષા માટે આહુતિ પ્રાણની આપનાર વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાને પણ તેમાં દર્શાવવામાં આવી છે.
તેમણે વડાપ્રધાનના રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાનની સરાહના કરતા જણાવ્યું હતું કે, સોમનાથમાં અમૃત પર્વની ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, સોમનાથ મંદિર પર જલાભિષેક સહિતના કાર્યક્રમથી ભાવિકો ઉત્સાહિત છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન દેશ દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે અને સૌને સાથે રાખીને દેશને પ્રગતિના પંથ પર અગ્રેસર કર્યો છે. ઉપરાંત લોકોને સોમનાથની પાવન ભૂમિ પર અચૂક દર્શનાર્થે આવવા માટે પણ અપીલ કરી હતી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



