Get News Alerts

Never miss breaking news updates.

નંદુમાની વેદના પર મહિલાઓનો અવાજ: આહિર મહિલા મંડળે ન્યાયની ઉઠાવી માંગ

જામનગર: જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલી ડિમોલેશન કાર્યવાહી બાદ ઘર વિહોણા બનેલા વૃદ્ધ દંપતી નંદુમા અને નારણબાપાના સમર્થનમાં હવે આહિર મહિલા મંડળ મેદાને આવ્યું છે. મહિલા મંડળના આગેવાનોએ નંદુમાની મુલાકાત લઈ તેમની વ્યથા સાંભળી હતી અને સમગ્ર ઘટનાને માનવતા અને સંવેદનાને ઝંઝોળી નાખે તેવી ગણાવી હતી. આહિર મહિલા મંડળના પ્રમુખ વીંઝીબેન ભાદરકાએ જણાવ્યું હતું કે, એક વૃદ્ધ મહિલાને જે રીતે...
R Gajjar
R GajjarUpdated on: 25 May 2026 07:10 PM IST
નંદુમાની વેદના પર મહિલાઓનો અવાજ: આહિર મહિલા મંડળે ન્યાયની ઉઠાવી માંગનંદુમાની વેદના પર મહિલાઓનો અવાજ: આહિર મહિલા મંડળે ન્યાયની ઉઠાવી માંગ

જામનગર: જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલી ડિમોલેશન કાર્યવાહી બાદ ઘર વિહોણા બનેલા વૃદ્ધ દંપતી નંદુમા અને નારણબાપાના સમર્થનમાં હવે આહિર મહિલા મંડળ મેદાને આવ્યું છે. મહિલા મંડળના આગેવાનોએ નંદુમાની મુલાકાત લઈ તેમની વ્યથા સાંભળી હતી અને સમગ્ર ઘટનાને માનવતા અને સંવેદનાને ઝંઝોળી નાખે તેવી ગણાવી હતી.

આહિર મહિલા મંડળના પ્રમુખ વીંઝીબેન ભાદરકાએ જણાવ્યું હતું કે, એક વૃદ્ધ મહિલાને જે રીતે જાહેરમાં અપમાનિત કરવામાં આવી અને તેમની ટીંગાટોળી કરવામાં આવી તે અત્યંત દુઃખદ અને નિંદનીય બાબત છે. મહિલા મંડળે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નંદુમા એકલા નથી અને સમગ્ર સમાજ તેમની સાથે ઉભો છે.

મહિલા આગેવાનોએ નંદુમાને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે તેમને ફરીથી આશરો મળે અને યોગ્ય ન્યાય મળે તે માટે તંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવશે. સાથે જ તેમણે સરકાર અને સ્થાનિક તંત્રને માનવતાભર્યો અભિગમ અપનાવવા અપીલ કરી હતી. જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી બાદ શહેરભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને હવે સમાજના વિવિધ વર્ગો પણ નંદુમાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. સમગ્ર મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com