મહારાષ્ટ્રમાં વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 લોકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારજનોને રૂ.1.95 લાખની સહાય



મહારાષ્ટ્રમાં વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 લોકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારજનોને રૂ.1.95 લાખની સહાય



મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું જોરદાર જામ્યું છે અને અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મહારાષ્ટ્રમાં પણ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ નજીક આવેલા માનખૂરદ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 7 લોકોના જીવ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે રાજ્યભરમાં કુલ 13 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ દુઃખદ ઘટનાને પગલે કથાકાર મોરારિબાપુએ તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ તેમણે દિવંગત આત્માઓના શાંતિમય નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે.
મોરારિબાપુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં દરેક પરિવારને રૂ.15 હજાર લેખે સહાય આપવાની જાહેરાત કરી છે. આ મુજબ કુલ રૂ.1,95,000ની સહાય રકમ અર્પણ કરવામાં આવશે. આ સહાય મુંબઈ સ્થિત રામકથાના શ્રોતાઓ મારફતે સંબંધિત પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ દુર્ઘટનાઓને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે, ત્યારે મોરારિબાપુ દ્વારા કરવામાં આવેલી આ સહાયને માનવતા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



