‘Mission Cyber Rakshika’ હેઠળ મોટી કાર્યવાહી: મહિલાઓની ઓનલાઈન હેરાનગતિ મામલે 8 આરોપી ઝડપાયા

Mission Cyber Rakshika Ahmedabad: મહિલાઓને સોશિયલ મીડિયા પર થતી હેરાનગતિ, સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ અને ફેક પ્રોફાઇલ જેવા સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા શરૂ કરાયેલા “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા મહિલાઓને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવાના આરોપસર એક મહિલા સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Mission Cyber Rakshika Ahmedabad: મહિલાઓને સોશિયલ મીડિયા પર થતી હેરાનગતિ, સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ અને ફેક પ્રોફાઇલ જેવા સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા શરૂ કરાયેલા “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા મહિલાઓને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવાના આરોપસર એક મહિલા સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

11 FIR બાદ સાયબર ક્રાઇમની કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરાયું છે. નાયબ પોલીસ કમિશનર ડૉ. લવિના સિન્હા અને મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાની દેખરેખ હેઠળ મહિલાઓની ફરિયાદો અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઇલ બનાવી મહિલાઓને વાંધાજનક મેસેજ, ઓડિયો અને વીડિયો મોકલી ઓનલાઈન હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી. ફરિયાદ બાદ સાયબર ક્રાઇમની મહિલા અધિકારીઓ દ્વારા પીડિતાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમની ઓળખ ગુપ્ત રાખીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અલગ-અલગ બનાવોને લઈને કુલ 11 FIR નોંધવામાં આવી હતી.

ટેકનિકલ તપાસ બાદ ગુજરાત અને રાજસ્થાન સુધી કાર્યવાહી
FIRના આધારે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફેક એકાઉન્ટ અને તેને બનાવનાર વ્યક્તિઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમની ટીમોએ અમદાવાદ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાન સુધી તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાંધાજનક પોસ્ટ અને સંબંધિત એકાઉન્ટ દૂર કરાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

300 જેટલી મહિલાઓને મેસેજ કર્યાનો આરોપ
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી સુરેશ પુરી અને કેયુર લક્કડ સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ જાહેર રાખતી મહિલાઓને નિશાન બનાવતા હોવાનો આરોપ છે. પોલીસના દાવા પ્રમાણે, સુરેશ પુરીએ છેલ્લા છ મહિનામાં આશરે 10 અલગ-અલગ ફેક આઈડી બનાવીને લગભગ 300 મહિલાઓને મેસેજ કર્યા હતા. આરોપી દ્વારા મહિલાઓને અશ્લીલ અને વાંધાજનક સામગ્રી મોકલવામાં આવતી હોવાનો પણ પોલીસનો આરોપ છે. તે જ રીતે, કેયુર લક્કડે મહિલાઓના નામે 8 અલગ-અલગ ફેક પ્રોફાઇલ બનાવી હોવાનો અને તેના મારફતે જાહેર પ્રોફાઇલ ધરાવતી મહિલાઓની મહિલા મિત્રોને સંપર્ક કરવાનો આરોપ છે.

મહિલાઓ માટે પોલીસે આપી સોશિયલ મીડિયા સલામતીની સલાહ
સાયબર ક્રાઇમ બ્રાંચે મહિલાઓને સોશિયલ મીડિયા વાપરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરી છે.

શું કરવું?

  • શક્ય હોય ત્યાં સુધી સોશિયલ મીડિયા એકાઉન્ટ Private રાખો.
  • દરેક એકાઉન્ટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ રાખો તથા Two-Factor Authentication (2FA) સક્રિય કરો.
  • Followers અને Friendsની નિયમિત સમીક્ષા કરો.
  • અજાણ્યા અને શંકાસ્પદ એકાઉન્ટને Remove, Block અથવા Report કરો.
  • મોબાઇલ નંબર, ઘરનું સરનામું, ઓફિસ કે કોલેજની વિગતો અને દૈનિક રૂટિન જાહેરમાં શેર કરવાનું ટાળો.
  • Live Location અને મુસાફરી સંબંધિત વિગતો જાહેરમાં શેર ન કરો.
  • અજાણ્યા DM, Friend Request અને Follow Request સ્વીકારવામાં સાવચેત રહો.
  • કોઈ વ્યક્તિ પોતાની ઓળખ પોલીસ, સરકારી અધિકારી, કંપની અથવા જાણીતી વ્યક્તિ તરીકે આપે તો અન્ય માધ્યમથી તેની ઓળખ ચકાસો.
  • હેરાનગતિ થાય તો Screenshots, Profile URL, Username, Messages અને અન્ય પુરાવા સાચવી રાખો.
  • ઓનલાઈન હેરાનગતિ, બ્લેકમેલ અથવા ધમકીની સ્થિતિમાં વિશ્વાસુ વ્યક્તિને જાણ કરો.
  • શક્ય તેટલી વહેલી તકે સાયબર ક્રાઇમની ફરિયાદ કરો.

શું ન કરવું?
પોલીસે ખાસ કરીને મહિલાઓને OTP, Password, PIN, UPI PIN અથવા બેંકિંગ સંબંધિત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવા સૂચના આપી છે. આ ઉપરાંત અજાણી લિંક પર ક્લિક ન કરવી, શંકાસ્પદ QR કોડ સ્કેન ન કરવો, અજાણ્યા વ્યક્તિના દબાણમાં ખાનગી ફોટા કે વીડિયો મોકલવા નહીં અને બ્લેકમેલર દ્વારા માંગવામાં આવેલા પૈસા ચૂકવવા નહીં તેવી સલાહ આપવામાં આવી છે. કોઈ વ્યક્તિ ઓનલાઈન હેરાન કરે અથવા ધમકી આપે તો તેની સાથે ઉગ્ર રીતે સામનો કરવાને બદલે પુરાવા સાચવીને યોગ્ય માધ્યમથી ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે.

મુશ્કેલીમાં હો તો આ 5 પગલાં યાદ રાખો
STOP → SAVE → BLOCK → REPORT → SEEK HELP

  • STOP: ગભરાશો નહીં અને ધમકી સામે ઝૂકશો નહીં.
  • SAVE: Screenshots, URLs, Usernames અને Messages જેવા પુરાવા સાચવો.
  • BLOCK: જરૂરી પુરાવા સાચવી લીધા બાદ એકાઉન્ટને Block અથવા Restrict કરો.
  • REPORT: સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Account અથવા Content Report કરો.
  • SEEK HELP: વિશ્વાસુ વ્યક્તિને જાણ કરો અને જરૂર પડે તો પોલીસ અથવા સાયબર ક્રાઇમ અધિકારીઓનો સંપર્ક કરો.

સાયબર ગુનાની ફરિયાદ ક્યાં કરવી?
ઓનલાઈન સાયબર ગુનાની ફરિયાદ માટે National Cyber Crime Reporting Portal – cybercrime.gov.in પર ફરિયાદ કરી શકાય છે. સાયબર નાણાકીય છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે મહિલાઓને અપીલ કરી છે કે ઓનલાઈન હેરાનગતિને ચૂપચાપ સહન ન કરે અને સમયસર ફરિયાદ નોંધાવે. **“Mission Cyber Rakshika – #SecureHerSpace”**નો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને વિશ્વસનીય ઓનલાઈન વાતાવરણ ઊભું કરવાનો છે.