Get News Alerts

Never miss breaking news updates.

વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, દેશમાં 3 કરોડ રોજગારી આપવાનો લક્ષ્યાંક

રાજકોટ: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે રહ્યા હતા, જ્યાં તેમણે ઉદ્યોગકારો સાથે ખાસ સંવાદ કર્યો હતો અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ બેઠકમાં તેમણે દેશમાં રોજગાર સર્જન, પરપ્રાંતીય મજૂરોની સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા તેલ સંકટ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. દેશમાં 3 કરોડ રોજગાર સર્જનનો લક્ષ્યાંક...
R Gajjar
R GajjarUpdated on: 22 May 2026 09:03 PM IST
વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, દેશમાં 3 કરોડ રોજગારી આપવાનો લક્ષ્યાંકવૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, દેશમાં 3 કરોડ રોજગારી આપવાનો લક્ષ્યાંક

રાજકોટ: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે રહ્યા હતા, જ્યાં તેમણે ઉદ્યોગકારો સાથે ખાસ સંવાદ કર્યો હતો અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ બેઠકમાં તેમણે દેશમાં રોજગાર સર્જન, પરપ્રાંતીય મજૂરોની સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા તેલ સંકટ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

દેશમાં 3 કરોડ રોજગાર સર્જનનો લક્ષ્યાંક
રોજગાર સર્જનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં આશરે ૩ કરોડ નવી રોજગારીની તકો ઊભી કરવા માટે સરકાર સક્રિયપણે યોજનાઓ ચલાવી રહી છે. ખાસ કરીને રાજકોટમાં ઉદ્યોગોના વિકાસને કારણે રોજગારની અનેક નવી તકો ઊભી થઈ રહી છે. આજના સમયમાં ઉદ્યોગકારો સાથે સ્કિલ (કૌશલ્ય) અને આધુનિક ટેકનોલોજી સાથે રોજગારીને કેવી રીતે સાંકળવી તે અંગે સકારાત્મક સંવાદ થઈ રહ્યો છે.

માઈગ્રન્ટ વર્કર્સ પર સરકારની નજર
પરપ્રાંતીય મજૂરો (માઈગ્રન્ટ વર્કર્સ) વતન તરફ પરત ફરી રહ્યા હોવાના સવાલ અંગે પ્રતિક્રિયા આપતા મંત્રીએ જણાવ્યું કે, વેસ્ટ એશિયાની વર્તમાન સ્થિતિને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે, દેશભરના યુવાઓ અને ખાસ કરીને આવા માઈગ્રન્ટ વર્કર્સ પર સરકારની સીધી નજર છે અને તેમના હિતોનું રક્ષણ કરવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલ અને હોર્મુઝ ખાડી સંકટ પર ખુલાસો
પેટ્રોલ અને ડીઝલની અછત કે કિંમતો અંગે પૂછાયેલા સવાલ પર તેમણે દેશવાસીઓને આશ્વસ્ત કરતા કહ્યું કે, કોઈપણ પ્રકારનું ખોટું પેનિક (ભય) ઊભો કરવાની જરૂર નથી. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની સ્થિતિ એક વૈશ્વિક કટોકટી સમાન ચોક્કસ છે, અને હોર્મુઝ ખાડીની અંદર વિશ્વનું ૪૦ ટકા તેલ ફસાયેલું છે. આમ છતાં, ભારત તરફ ગેસ અને પેટ્રોલનો પુરવઠો સતત આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને કાર્યરત છે અને ભારત દરેક વૈશ્વિક પરિસ્થિતિ સામે ખૂબ જ ચોકસાઈથી આગળ વધી રહ્યું છે. આ સાથે જ તેમણે દેશહિતમાં તેલ બચાવવા માટે પણ નાગરિકોને અપીલ કરી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com