માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે લીધા શપથ

Manjalpur MLA Satish Patel: માંજલપુર વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજય મેળવનાર નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પદ અને ગોપનીયતાના શપથ લીધા ગાંધીનગર ખાતે યોજાયેલી શપથવિધિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સતીષભાઈ પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સાથે સતીષભાઈ પટેલે વિધાનસભામાં પોતાના ધારાસભ્ય તરીકેના...
Rupin Bakraniya
Rupin Bakraniya
માંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે લીધા શપથમાંજલપુરના નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે લીધા શપથ

Manjalpur MLA Satish Patel: માંજલપુર વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજય મેળવનાર નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

પદ અને ગોપનીયતાના શપથ લીધા
ગાંધીનગર ખાતે યોજાયેલી શપથવિધિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સતીષભાઈ પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સાથે સતીષભાઈ પટેલે વિધાનસભામાં પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળની સત્તાવાર શરૂઆત કરી છે.

શપથવિધિમાં મહાનુભાવો ઉપસ્થિત
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રીમંડળના સભ્યો તેમજ વિવિધ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ
શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સતીષભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં વિજય બાદ હવે સતીષભાઈ પટેલ વિધાનસભામાં માંજલપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે.