Get News Alerts

Never miss breaking news updates.

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન

વડોદરા: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. માંજલપુર બેઠકના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે પેટાચૂંટણી જાહેર કરી છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી...
R Gajjar
R GajjarUpdated on: 09 Jul 2026 10:23 PM IST
વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાનવડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન

વડોદરા: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. માંજલપુર બેઠકના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે પેટાચૂંટણી જાહેર કરી છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જ્યારે 30 જુલાઈ, 2026ના રોજ મતદાન અને 3 ઓગસ્ટ, 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે.

ભાજપમાં આ બેઠક માટે ટિકિટ મેળવવા ભારે રસ જોવા મળ્યો હતો. સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 104 દાવેદારોએ ઉમેદવારી માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમાં 83 પુરુષ અને 21 મહિલા દાવેદારોનો સમાવેશ થતો હતો. લાંબા વિચાર-વિમર્શ બાદ ભાજપે અનુભવી અને સ્થાનિક રાજકારણમાં સક્રિય રહેલા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયાના સંકલન માટે 18 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલે વર્ષ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં નોંધપાત્ર બહુમતી સાથે જીત મેળવી હતી. હવે પેટાચૂંટણીમાં ભાજપે સતીષ પટેલ પર દાવ લગાવતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com