જુનાગઢના કેશોદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર, પતિ-પત્નીના મોત

Keshod National Highway Accident: જુનાગઢ જિલ્લાના કેશોદ નેશનલ હાઈવે પર ચાંદીગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ નજીક કાર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક પર સવાર પતિ-પત્ની જુનાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાંદીગઢ પાટિયા નજીક પેટ્રોલ પંપ પાસે કાર...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Keshod National Highway Accident: જુનાગઢ જિલ્લાના કેશોદ નેશનલ હાઈવે પર ચાંદીગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ નજીક કાર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક પર સવાર પતિ-પત્ની જુનાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાંદીગઢ પાટિયા નજીક પેટ્રોલ પંપ પાસે કાર સાથે તેમની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની ટક્કરથી બાઈક દૂર સુધી ફંગોળાઈ ગયું હતું.

અકસ્માતમાં પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત
ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. બંને મૃતદેહોને વધુ કાર્યવાહી માટે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાનું CCTV ફૂટેજ સામે આવ્યાં
અકસ્મતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અકસ્માતની ગંભીરતા જોતા ઘટનાએ સ્થાનિકોમાં પણ ચકચાર મચાવી છે.

પોલીસે તપાસ હાથ ધરી
અકસ્મતની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.