Get News Alerts

Never miss breaking news updates.

કેશોદમાં ગેરકાયદેસર પાળાથી ખેડૂતોની મુશ્કેલી વધી: કલેક્ટરના આદેશ છતાં કાર્યવાહી નહીં, ખેતરો પાણીમાં ગરકાવ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા-પાડોદર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા પાળાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ કેટલાક ભૂમાફિયાઓએ પોતાના ખેતરોમાં 10થી 12 ફૂટ ઊંચા પાળા બાંધી દેતાં વરસાદી પાણીનો કુદરતી નિકાલ સંપૂર્ણપણે અટકી ગયો છે. પરિણામે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. મઢડા ગામના...
R Gajjar
R GajjarUpdated on: 08 Jul 2026 03:30 PM IST
કેશોદમાં ગેરકાયદેસર પાળાથી ખેડૂતોની મુશ્કેલી વધી: કલેક્ટરના આદેશ છતાં કાર્યવાહી નહીં, ખેતરો પાણીમાં ગરકાવકેશોદમાં ગેરકાયદેસર પાળાથી ખેડૂતોની મુશ્કેલી વધી: કલેક્ટરના આદેશ છતાં કાર્યવાહી નહીં, ખેતરો પાણીમાં ગરકાવ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા-પાડોદર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા પાળાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ કેટલાક ભૂમાફિયાઓએ પોતાના ખેતરોમાં 10થી 12 ફૂટ ઊંચા પાળા બાંધી દેતાં વરસાદી પાણીનો કુદરતી નિકાલ સંપૂર્ણપણે અટકી ગયો છે. પરિણામે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

મઢડા ગામના આશરે 26 જેટલા ખાતેદાર ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા પાળાના કારણે વર્ષોથી ચાલતો કુદરતી પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો છે, જેના કારણે દર વર્ષે વરસાદી મોસમમાં ખેતીને નુકસાન સહન કરવું પડે છે.

સ્થાનિક તંત્રની સ્થળ તપાસ દરમિયાન પણ પાળાના કારણે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતું વરસાદી પાણી અટકતું હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે.

ફરિયાદને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ ગેરકાયદેસર પાળાને 15 દિવસમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ સમયમર્યાદામાં પાળા દૂર નહીં કરવામાં આવે તો પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરીને પાળાઓ દૂર કરવામાં આવશે અને તેનો ખર્ચ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. જોકે કલેક્ટરના આદેશ બાદ પણ સ્થાનિક સ્તરે કોઈ અસરકારક અમલવારી થઈ નથી. આ દરમિયાન કેશોદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આશરે 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે સારા વરસાદને કારણે સારા પાકની આશા હતી, પરંતુ ગેરકાયદેસર પાળાના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. હવે ખેડૂતો સ્થાનિક તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી અને ગેરકાયદેસર પાળા દૂર કરવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ દરમિયાન પણ એ હકીકત સામે આવી હતી કે પાળાના કારણે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતું વરસાદી પાણી અટકી રહ્યું છે.પરિણામે મઢડા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. 

જોકે, જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પણ સ્થાનિક સ્તરે કોઈ અસરકારક અમલવારી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, કેશોદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં સરેરાશ 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમયસર અને સારા વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોને સારો પાક મળવાની આશા હતી, પરંતુ ગેરકાયદેસર પાળાના કારણે અનેક ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે જિલ્લા કલેક્ટરના આદેશનું પાલન કરાવવા માટે સ્થાનિક તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? 

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com