જામનગરમાં મનપાનું મેગા સફાઈ અભિયાન: સુભાષ શાક માર્કેટમાં કમિશનર સહિત અધિકારીઓનું નિરીક્ષણ



જામનગરમાં મનપાનું મેગા સફાઈ અભિયાન: સુભાષ શાક માર્કેટમાં કમિશનર સહિત અધિકારીઓનું નિરીક્ષણ



જામનગર: શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. શહેરના તમામ 16 વોર્ડમાં ચાલી રહેલી રૂટિન સફાઈ વિઝિટના ભાગરૂપે આજે સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મનપાના કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ અને ભૂગર્ભ ગટર શાખાના અધિકારીઓએ સુભાષ શાક માર્કેટ અને આસપાસના વિસ્તારોમાં સફાઈ, કચરા નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થા અને જાહેર સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ગંદકીના મુદ્દાઓ, કચરાના યોગ્ય નિકાલ અને સફાઈ કામગીરી અંગે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ખાસ કરીને માર્કેટ વિસ્તારમાં વધતી અવરજવર અને વેપાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
મનપા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સફાઈ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખામી ન રહે અને નાગરિકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના આ અભિયાનથી શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધશે અને નાગરિકોને પણ સ્વચ્છ શહેરના નિર્માણમાં સહભાગી બનવા પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



