જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, બાલાચડીથી સચાણા સુધી સઘન ચેકિંગ

Jamnagar Marine Commando Mega Patrolling: રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગરના દરિયાકાંઠે સુરક્ષા તંત્ર દ્વારા મેગા પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મરીન કમાન્ડોની ટીમોએ બાલાચડીથી લઈને સચાણા જેટ્ટી અને સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી તેમજ કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલને લઈને સુરક્ષા એજન્સીઓ...
Rupin Bakraniya
Rupin Bakraniya
જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, બાલાચડીથી સચાણા સુધી સઘન ચેકિંગજામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, બાલાચડીથી સચાણા સુધી સઘન ચેકિંગ

Jamnagar Marine Commando Mega Patrolling: રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગરના દરિયાકાંઠે સુરક્ષા તંત્ર દ્વારા મેગા પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મરીન કમાન્ડોની ટીમોએ બાલાચડીથી લઈને સચાણા જેટ્ટી અને સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી તેમજ કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલને લઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ મહત્વના વિસ્તારોમાં જઈને પરિસ્થિતિની ચકાસણી કરી હતી.

બોટ નહીં, ફૂટ પેટ્રોલિંગથી સંવેદનશીલ વિસ્તારોની તપાસ
આ મેગા પેટ્રોલિંગ દરમિયાન માત્ર બોટ મારફતે જ નહીં, પરંતુ દરિયાકાંઠાના સંવેદનશીલ અને અવાવરુ વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર જઈને શંકાસ્પદ હિલચાલ તેમજ સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી.

માછીમારો સાથે સીધો સંપર્ક
પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠે રહેતા અને માછીમારી સાથે સંકળાયેલા લોકો સાથે પણ સુરક્ષા તંત્ર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. માછીમારોને કોઈ અજાણી બોટ, અજાણી વ્યક્તિ અથવા શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.

જેટી અને મહત્વના વિસ્તારોમાં સઘન ચેકિંગ
સચાણા જેટ્ટી, ફિશિંગ સેન્ટર, શિપ બ્રેકિંગ યાર્ડ સહિતના મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. દરિયાકાંઠા નજીક આવેલા ઔદ્યોગિક સ્થાપનો અને અન્ય વાઈટલ એરિયાની પણ તપાસ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં
મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષાને લઈને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયાઈ સરહદ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.