જામનગરમાં જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો પડ્યા, લોકોમાં દોડધામ

Jamnagar Dilapidated Building Wall Collapse: જામનગરમાં જર્જરિત મકાનને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. સેન્ટ્રલ બેન્ક સામે આવેલા રૂગનાથ શેરી લુહાર શાર વિસ્તારમાં જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો નીચે પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પથ્થરો નીચે પડવાના જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં...
Rupin Bakraniya
Rupin Bakraniya
જામનગરમાં જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો પડ્યા, લોકોમાં દોડધામજામનગરમાં જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો પડ્યા, લોકોમાં દોડધામ

Jamnagar Dilapidated Building Wall Collapse: જામનગરમાં જર્જરિત મકાનને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. સેન્ટ્રલ બેન્ક સામે આવેલા રૂગનાથ શેરી લુહાર શાર વિસ્તારમાં જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો નીચે પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પથ્થરો નીચે પડવાના જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સદનસીબે કોઈ જાનહાનિ નહીં
ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે, જર્જરિત મકાનમાંથી પથ્થરો પડવાની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

મનપાની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર શાખાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા જર્જરિત મકાનનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. વધુ જોખમ ટાળવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જર્જરિત મકાનોને લઈને ફરી ચિંતા
જર્જરિત મકાનની દીવાલમાંથી પથ્થરો પડવાની ઘટનાએ શહેરમાં આવા જોખમી મકાનોને લઈને ફરી ચિંતા ઊભી કરી છે. તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.