અમદાવાદના ઈસનપુરમાં 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, સગી સાળીએ સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી આચરી ચોરી

Isanpur Gold Theft Case: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં બનેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનની ટીમે તપાસ દરમિયાન ફરિયાદીની જ સગી સાળીની ધરપકડ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ શાહઆલમ વિસ્તારમાં આવેલા રોયલ નવાબ ફ્લેટમાં રહેતા પરિવારના ઘરે સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેક્નિકલ...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદના ઈસનપુરમાં 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, સગી સાળીએ સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી આચરી ચોરીઅમદાવાદના ઈસનપુરમાં 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, સગી સાળીએ સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી આચરી ચોરી

Isanpur Gold Theft Case: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં બનેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનની ટીમે તપાસ દરમિયાન ફરિયાદીની જ સગી સાળીની ધરપકડ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ શાહઆલમ વિસ્તારમાં આવેલા રોયલ નવાબ ફ્લેટમાં રહેતા પરિવારના ઘરે સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેક્નિકલ તેમજ માનવીય સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી મહિલા બહેનના ઘરે અવારનવાર આવતી-જતી હોવાથી ઘરના સ્માર્ટ લોકનો પાસવર્ડ જાણતી હતી. વધુમાં તેણે ફરિયાદીના બાળકો પાસેથી વાતોમાં ભોળવીને પાસવર્ડ અને દાગીના કયા કબાટમાં રાખવામાં આવે છે તેની માહિતી મેળવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી પરિવાર બહાર જમવા ગયો હતો ત્યારે આરોપીએ આ તકનો લાભ લઈ સ્માર્ટ લોકનો પાસવર્ડ ઉપયોગમાં લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ લોનની ચુકવણી માટે ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન પોલીસે આશરે 50 લાખ રૂપિયાના સોનાના દાગીના તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું સ્કૂટર પણ કબજે કર્યું છે. ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.