ગીરના જંગલોમાં 60 વર્ષ બાદ ફરી સંભળાયો ઇન્ડિયન ગ્રે હોર્નબિલનો કલરવ

ગાંધીનગર: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. લગભગ છ દાયકા પહેલા ગીરના જંગલોમાંથી લુપ્ત થઈ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (Indian Grey Hornbill) પક્ષીની સફળતાપૂર્વક વાપસી થઈ છે. ગુજરાત વન વિભાગના ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રી-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ'ને મોટી સફળતા મળી છે અને હવે આ પક્ષીઓ ગીરમાં સ્થાયી થઈને માળા બનાવી પ્રજનન પણ કરી રહ્યા છે. વર્ષ 2021 અને...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

ગાંધીનગર: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. લગભગ છ દાયકા પહેલા ગીરના જંગલોમાંથી લુપ્ત થઈ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (Indian Grey Hornbill) પક્ષીની સફળતાપૂર્વક વાપસી થઈ છે. ગુજરાત વન વિભાગના ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રી-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ'ને મોટી સફળતા મળી છે અને હવે આ પક્ષીઓ ગીરમાં સ્થાયી થઈને માળા બનાવી પ્રજનન પણ કરી રહ્યા છે.

વર્ષ 2021 અને 2023 દરમિયાન અરવલ્લીના જંગલોમાંથી કુલ 40 ઇન્ડિયન ગ્રે હોર્નબિલ પક્ષીઓને ગીરના જંગલોમાં છોડવામાં આવ્યા હતા. શરૂઆતના થોડા સમય બાદ આ પક્ષીઓએ ગીરના કુદરતી વાતાવરણને સ્વીકારી લીધું છે અને હવે સફળતાપૂર્વક વસવાટ કરી રહ્યા છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સફળ રહ્યા છે. ગોડાવણ બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલનું પુનઃસ્થાપન પણ રાજ્ય માટે ગૌરવની બાબત છે. વન વિભાગના જણાવ્યા મુજબ, હોર્નબિલ પક્ષી જંગલના પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે ફળોના બીજ દૂર સુધી ફેલાવી જંગલના કુદરતી પુનર્જીવનમાં મહત્વનો ફાળો આપે છે.

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જર્નલ Birds'માં પ્રકાશિત થયેલા સંશોધન પેપરમાં પણ ગીરમાં ઇન્ડિયન ગ્રે હોર્નબિલના સફળ પુનઃસ્થાપન અને તેમના વર્તન, વસવાટ તથા પ્રજનન અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી છે. સેટેલાઇટ ટ્રેકિંગ દ્વારા જાણવા મળ્યું છે કે શરૂઆતમાં પક્ષીઓએ વિશાળ વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું, પરંતુ સમય જતાં તેઓ ગીરના ચોક્કસ વિસ્તારમાં સ્થાયી થઈ ગયા છે. નિષ્ણાતોના મતે આ સફળતા ગુજરાતના વન્યજીવ સંરક્ષણ મોડલ માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે.