Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ: વર્ષ 2027માં દેશને મળશે બુલેટ ટ્રેનની ભેટ, પ્રથમ સેક્શન સુરત-બીલીમોરા વચ્ચે શરૂ થશે

Ahmedabad Mumbai Bullet Train: દેશના મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે વર્ષ 2027માં દેશને પ્રથમ બુલેટ ટ્રેનની ભેટ મળશે. શરૂઆતમાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર સમગ્ર કોરિડોર કાર્યરત બનશે. અમદાવાદની મુલાકાત દરમિયાન રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અંદાજે...
R Gajjar
R GajjarUpdated on: 04 Jul 2026 12:11 PM IST
અમદાવાદ: વર્ષ 2027માં દેશને મળશે બુલેટ ટ્રેનની ભેટ, પ્રથમ સેક્શન સુરત-બીલીમોરા વચ્ચે શરૂ થશેઅમદાવાદ: વર્ષ 2027માં દેશને મળશે બુલેટ ટ્રેનની ભેટ, પ્રથમ સેક્શન સુરત-બીલીમોરા વચ્ચે શરૂ થશે

AI Generated Images

Ahmedabad Mumbai Bullet Train: દેશના મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે વર્ષ 2027માં દેશને પ્રથમ બુલેટ ટ્રેનની ભેટ મળશે. શરૂઆતમાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર સમગ્ર કોરિડોર કાર્યરત બનશે. અમદાવાદની મુલાકાત દરમિયાન રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અંદાજે 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે બાકીના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે કામગીરી ચાલી રહી છે.

તબક્કાવાર શરૂ થશે બુલેટ ટ્રેન સેવા
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રથમ તબક્કામાં સુરત-બીલીમોરા રૂટ શરૂ થશે. ત્યારબાદ વાપી-સુરત, વાપી-અમદાવાદ અને અમદાવાદથી થાણે સુધીના સેક્શન શરૂ કરવામાં આવશે. અંતે સમગ્ર અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર કાર્યરત બનશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મુસાફરીમાં નોંધપાત્ર ઘટાડો થશે અને મુસાફરોને અત્યાધુનિક હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે.

કાલુપુર અને અસારવા સ્ટેશનના વિકાસકાર્યોની સમીક્ષા
અમદાવાદ પ્રવાસ દરમિયાન રેલવે મંત્રીએ કાલુપુર અને અસારવા રેલવે સ્ટેશનની મુલાકાત લઈને વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. અધિકારીઓ સાથે બેઠક કરીને તેમણે ચાલી રહેલા પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. અસારવા રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનને પાંચ પ્લેટફોર્મ સુધી વિસ્તૃત કરવામાં આવશે અને DRM ઓફિસ સુધીનો વિસ્તાર પણ વિકાસ યોજનામાં સામેલ કરાશે. ઓમનગર અંડરપાસનું કામ પણ નવરાત્રી પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

કાલુપુર સ્ટેશનમાં 16 માળની આધુનિક ઇમારત
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 20 એકર વિસ્તારમાં વિશાળ વિકાસકાર્યો ચાલી રહ્યા છે. અહીં 16 માળની આધુનિક ઇમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી આઠ માળનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું રેલવે મંત્રીએ જણાવ્યું.

દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સમગ્ર દેશમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત 36 હજાર કિલોમીટરથી વધુ નવી રેલવે લાઈનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દેશના પરિવહન માળખાને વધુ મજબૂત બનાવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સ્ટેશન રિડેવલપમેન્ટ અને નવી રેલવે લાઈનો જેવા પ્રોજેક્ટ દેશના રેલવે ક્ષેત્રમાં આધુનિક યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com