Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદની IDP સ્કૂલના વાયરલ વીડિયોમાં નવો વળાંક! વાલી નહીં, પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યું

અમદાવાદની IDP સ્કૂલને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો હવે નવા વળાંક પર પહોંચી ગયો છે. શરૂઆતમાં આ વીડિયોને શિક્ષકો અને વાલીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પોલીસ અને શિક્ષણ વિભાગની પ્રાથમિક તપાસમાં અલગ જ હકીકત સામે આવી છે.
R Gajjar
R GajjarUpdated on: 11 Jun 2026 06:32 PM IST
અમદાવાદની IDP સ્કૂલના વાયરલ વીડિયોમાં નવો વળાંક! વાલી નહીં, પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યુંઅમદાવાદની IDP સ્કૂલના વાયરલ વીડિયોમાં નવો વળાંક! વાલી નહીં, પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યું

AI Generated Images

અમદાવાદ: અમદાવાદની IDP સ્કૂલને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો હવે નવા વળાંક પર પહોંચી ગયો છે. શરૂઆતમાં આ વીડિયોને શિક્ષકો અને વાલીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પોલીસ અને શિક્ષણ વિભાગની પ્રાથમિક તપાસમાં અલગ જ હકીકત સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, વીડિયોમાં દેખાતી મહિલા કોઈ વિદ્યાર્થીની વાલી નહીં પરંતુ સ્કૂલની પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા
વાયરલ વીડિયોમાં શિક્ષકો દ્વારા "ચાલો બહાર નીકળો" અને "પોલીસને લઈને આવો" જેવા શબ્દો બોલાતા હોવાના દાવા સાથે વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. જેના કારણે સમગ્ર મામલે અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ હતી.

પોલીસને હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નહીં
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ અથવા લેખિત રજૂઆત મળી નથી. તેમ છતાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા સ્કૂલ ખાતે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતી રેખાબેન બુલચંદાની અગાઉ IDP સ્કૂલમાં એક્ટિવિટી ટીચર તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેઓને નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે રેખાબેને પોતાને શિક્ષક તરીકેના અનુભવનું પ્રમાણપત્ર આપવાની માંગણી કરી હતી, જ્યારે સ્કૂલ તરફથી તેમને એક્ટિવિટી ટીચર તરીકેનું અનુભવ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દે વિવાદ સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

શિક્ષણ વિભાગે પણ શરૂ કરી તપાસ
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું કે શિક્ષણ વિભાગની ટીમ સ્કૂલ ખાતે પહોંચી હતી અને બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કર્મચારી, વાલી કે અન્ય વ્યક્તિ સાથે અમાનવીય અથવા અયોગ્ય વર્તન સ્વીકાર્ય નથી.

સ્કૂલને નોટિસ, તપાસ બાદ સ્પષ્ટ થશે સત્ય
શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com