રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષીની નિયુક્તિ

Hemang Joshi BJP Yuva Morcha President: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત સાથે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીને ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક બાદ હેમાંગ જોષીએ વડોદરાના કારેલીબાગ કમલમ ખાતે પત્રકારો સાથે સંવાદ કરી પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી....
Rupin Bakraniya
Rupin Bakraniya
રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષીની નિયુક્તિરાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષીની નિયુક્તિ

Hemang Joshi BJP Yuva Morcha President: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત સાથે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીને ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક બાદ હેમાંગ જોષીએ વડોદરાના કારેલીબાગ કમલમ ખાતે પત્રકારો સાથે સંવાદ કરી પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.

નવી જવાબદારી વડોદરા અને ભાજપના યુવા કાર્યકરોને સમર્પિત
રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની નવી જવાબદારી અંગે ડૉ. હેમાંગ જોષીએ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના જેવા સામાન્ય પરિવારના યુવા કાર્યકરને રાષ્ટ્રીય સ્તરે આટલી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી તે ગૌરવની વાત છે. તેમણે પોતાની નિમણૂકને 'મારું વ્હાલું વડોદરા' અને ભાજપના તમામ યુવા કાર્યકરોને સમર્પિત કરી હોવાનું જણાવ્યું હતું.

'યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવામાં આવશે'
હેમાંગ જોષીએ જણાવ્યું કે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે દેશની યુવા શક્તિને સકારાત્મક વિચારધારા સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે દેશના યુવાનોને આગળ લાવીને તેમને વિકાસયાત્રામાં સક્રિય ભાગીદાર બનાવવામાં આવશે.

ભાજપની નવી ટીમમાં ગુજરાતને મહત્વ
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં કરવામાં આવેલા નવા ફેરફારમાં ગુજરાતના અનેક નેતાઓને મહત્વની જવાબદારી મળી છે. આ નવી ટીમમાં હેમાંગ જોષીની નિમણૂકને ગુજરાતના યુવા નેતૃત્વ માટે મહત્વપૂર્ણ ઉન્નતિ તરીકે જોવામાં આવી રહી છે. વડોદરાના સાંસદ તરીકે 2024માં લોકસભામાં ચૂંટાયેલા હેમાંગ જોષી હવે રાષ્ટ્રીય સ્તરે ભાજપના યુવા સંગઠનની જવાબદારી સંભાળશે.

સામાન્ય પરિવારના યુવા ચહેરાને મોટી જવાબદારી
હેમાંગ જોષીએ પોતાની વાતમાં ખાસ ભાર મૂક્યો કે તેમના કુટુંબમાંથી અગાઉ કોઈ વ્યક્તિ રાજકારણમાં નહોતી. આવા સામાન્ય પરિવારના કાર્યકરને ભાજપે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી છે, જે પક્ષના સંગઠનમાં સામાન્ય કાર્યકરો માટે મહત્વપૂર્ણ સંદેશ સમાન છે. નવી જવાબદારી સાથે હવે હેમાંગ જોષી દેશભરના યુવા કાર્યકરોને સંગઠિત કરવા, યુવાનોને ભાજપ સાથે જોડવા અને રાષ્ટ્ર નિર્માણના વિવિધ અભિયાનોમાં તેમની ભાગીદારી વધારવા માટે કામ કરશે.