Get News Alerts

Never miss breaking news updates.

ભારે વરસાદને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં: NDRF-SDRF તૈનાત કરવા અને જરૂર પડે ત્યાં સ્થળાંતરની સૂચના

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
R Gajjar
R GajjarUpdated on: 07 Jul 2026 09:43 PM IST
ભારે વરસાદને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં: NDRF-SDRF તૈનાત કરવા અને જરૂર પડે ત્યાં સ્થળાંતરની સૂચનાભારે વરસાદને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં: NDRF-SDRF તૈનાત કરવા અને જરૂર પડે ત્યાં સ્થળાંતરની સૂચના

Harsh Sanghavi Heavy Rain Review Meeting: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

બેઠક દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો સાથે સીધો સંવાદ કરી ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિની માહિતી મેળવવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ તમામ જિલ્લા વહીવટી તંત્રને 24x7 એલર્ટ મોડમાં રહેવા, કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

ભારે વરસાદ અને પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક તૈનાત કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ જ્યાં પાણી ભરાવાની અથવા પૂરની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોમાંથી નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવા તેમજ આશ્રયસ્થાનોમાં ભોજન, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે. જનજીવન પર વરસાદની અસર ઓછી થાય તે માટે રોડ-રસ્તા, વીજ પુરવઠો અને સંદેશાવ્યવહાર વ્યવસ્થાની સતત દેખરેખ રાખવા પણ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તમામ જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સંકલન જળવાઈ રહે અને જરૂર પડ્યે તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com