હર્ષ સંઘવીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન, રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને બિરદાવી

અમદાવાદ: અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરિયાપુર વિસ્તારમાં પહોંચી ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક જી. એસ. મલિક તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાની પ્રશંસા કરતાં જણાવ્યું કે સમગ્ર યાત્રા રૂટ...
Rupin Bakraniya
Rupin Bakraniya
હર્ષ સંઘવીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન, રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને બિરદાવીહર્ષ સંઘવીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન, રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને બિરદાવી

અમદાવાદ: અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરિયાપુર વિસ્તારમાં પહોંચી ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક જી. એસ. મલિક તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાની પ્રશંસા કરતાં જણાવ્યું કે સમગ્ર યાત્રા રૂટ પર હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી સતત નજર રાખવામાં આવી હતી અને માર્ગભરમાં 'જય રણછોડ'ના નારાઓ સાથે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રથયાત્રાની સમગ્ર વ્યવસ્થા સંભાળનાર પોલીસ અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે તેમની મહેનતના કારણે લાખો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ભગવાનના દર્શનનો લાભ લીધો છે.

નાયબ મુખ્યમંત્રીએ ખાસ કરીને ગજરાજોની સુવિધા અંગે પણ જણાવ્યું કે ગરમીની અસર ન થાય તે માટે પોલીસ અને તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત અને સફળ ગણાવ્યું. હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રથયાત્રા નિર્ધારિત સમય મુજબ રાત્રે લગભગ 10 વાગ્યા સુધી મંદિર પરત પહોંચશે. ત્યારબાદ તેઓ ભગવાનના દર્શન કરીને સ્થળ પરથી રવાના થયા, જ્યારે રથ રંગીલા ચોકી પાસેથી આગળના રૂટ તરફ પ્રસ્થાન કર્યો.