ગુજરાત પોલીસના 6 અધિકારીઓને IPS કેડરનો દરજ્જો, MHAની સત્તાવાર જાહેરાત



AI Generated Images
ગુજરાત પોલીસના 6 અધિકારીઓને IPS કેડરનો દરજ્જો, MHAની સત્તાવાર જાહેરાત



AI Generated Images
Gujarat Police IPS Promotion 2026: ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ સમાન સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન આધારે સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. Select List-2026 હેઠળ આ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, પસંદગી પામેલા તમામ અધિકારીઓને ગુજરાત કેડરમાં IPS અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે અને ત્યારબાદ જરૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરશે.
આ અધિકારીઓને મળ્યો IPS કેડરનો દરજ્જો
- રાજદીપસિંહ એન. નકુમ
- ભરતકુમાર બી. રાઠોડ
- પ્રફુલ વી. વાણિયા
- રાજેશકુમાર ટી. પરમાર
- કલ્પેશકુમાર એમ. ચાવડા
- રાકેશ ડી. દેસાઈ
આ તમામ અધિકારીઓ લાંબા સમયથી ગુજરાત પોલીસ સેવામાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા છે અને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને IPS કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.
એક વર્ષ રહેશે પ્રોબેશન પર
ભારતીય પોલીસ સેવા (Recruitment) Rules, 1954 અને IPS Promotion Regulations, 1955 હેઠળ આ નિયુક્તિ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ અધિકારીઓ એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે. ત્યારબાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી સહિતના નિર્ધારિત તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેશે.
ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ
IPS કેડરમાં પ્રમોશન મળવું કોઈપણ રાજ્ય પોલીસ સેવાના અધિકારી માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ નિયુક્તિઓથી ગુજરાત પોલીસને વધુ અનુભવી નેતૃત્વ મળશે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



