Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં મેડિકલ સ્ટોર બંધ વચ્ચે મોટી રાહત, આ સ્થળોએ મળશે જરૂરી દવાઓ

ગાંધીનગર: ગુજરાતમાં આવતીકાલે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રવ્યાપી બંધ વચ્ચે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જીવન જરૂરી દવાઓ અને ઇમરજન્સી મેડિસિનની ઉપલબ્ધતા ચાલુ રહેશે. All India Organization of Chemists and Druggists (AIOCD) દ્વારા 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સરકાર દ્વારા લોકોને દવા મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
R Gajjar
R GajjarUpdated on: 19 May 2026 07:27 PM IST
ગુજરાતમાં મેડિકલ સ્ટોર બંધ વચ્ચે મોટી રાહત, આ સ્થળોએ મળશે જરૂરી દવાઓગુજરાતમાં મેડિકલ સ્ટોર બંધ વચ્ચે મોટી રાહત, આ સ્થળોએ મળશે જરૂરી દવાઓ

ગાંધીનગર: ગુજરાતમાં આવતીકાલે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રવ્યાપી બંધ વચ્ચે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જીવન જરૂરી દવાઓ અને ઇમરજન્સી મેડિસિનની ઉપલબ્ધતા ચાલુ રહેશે. All India Organization of Chemists and Druggists (AIOCD) દ્વારા 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સરકાર દ્વારા લોકોને દવા મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સ્થળોએ ચાલુ રહેશે દવાની સુવિધા
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ નીચેના મેડિકલ સ્ટોર્સ અને દવા કેન્દ્રો ખુલ્લા રહેશે:

  • તમામ હોસ્પિટલોના સંલગ્ન મેડિકલ સ્ટોર્સ
  • પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો
  • તમામ સિવિલ હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સ
  • CHC અને PHC સાથે જોડાયેલા દવા કેન્દ્રો

આ ઉપરાંત રાજ્યમાં અન્ય કેટલાક ખાનગી મેડિકલ સ્ટોર્સ પણ ખુલ્લા રહેશે, જેની માહિતી સરકારની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઓનલાઈન મળશે ખુલ્લા સ્ટોર્સની માહિતી
જાહેર જનતાને દવાઓ સરળતાથી મળી રહે તે માટે ખુલ્લા રહેનાર મેડિકલ સ્ટોર્સની યાદી નીચેની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે:

ઇમરજન્સીમાં સંપર્ક માટે ખાસ વ્યવસ્થા
જો કોઈ નાગરિકને ઇમરજન્સી દરમિયાન દવા મેળવવામાં તકલીફ પડે તો તેઓ પોતાના જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરનો સંપર્ક કરી શકશે. તમામ જિલ્લાના અધિકારીઓના મોબાઇલ નંબર પણ સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. સરકારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ દવાઓ ખરીદવાની અપીલ કરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com