Get News Alerts

Never miss breaking news updates.

ચૂંટણી પહેલા પોલીસનો કડક એક્શન પ્લાન, DGP ડૉ કે. એલ એન રાવની બેઠકમાં મોટા આદેશ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
Admin
AdminUpdated on: 06 Apr 2026 05:35 PM IST
ચૂંટણી પહેલા પોલીસનો કડક એક્શન પ્લાન, DGP ડૉ કે. એલ એન રાવની બેઠકમાં મોટા આદેશચૂંટણી પહેલા પોલીસનો કડક એક્શન પ્લાન, DGP ડૉ કે. એલ એન રાવની બેઠકમાં મોટા આદેશ

ચૂંટણી પહેલા પોલીસનો કડક એક્શન પ્લાન, DGP ડૉ કે. એલ એન રાવની બેઠકમાં મોટા આદેશ

અમદાવાદ:  ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.

રાજ્યમાં ૧ એપ્રિલથી આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે પાર પાડવા માટે તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ છે અને ૧૫ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. ૨૬ એપ્રિલે મતદાન યોજાશે અને ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરાશે, ત્યારબાદ ૩૦ એપ્રિલ સુધી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ATSના એડીજીપી અમિત વિશ્વકર્માને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ વડાએ તમામ યુનિટોને કડક સૂચનાઓ આપતા જણાવ્યું છે કે પ્રતિબંધાત્મક પગલાં ઝડપી લેવામાં આવે અને PASA હેઠળ વધુમાં વધુ કેસ નોંધવામાં આવે. ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રીશીટરો સામે સખત કાર્યવાહી કરવાનો ભાર મૂકવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દરેક મતદાતા નિર્ભય અને નિષ્પક્ષ રીતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, દબાણ કે અશાંતિને કડક રીતે કાબૂમાં લેવામાં આવશે.”

આ પણ વાંચો: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: 4 આરોપીઓ ઝડપાયા

સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવાની સાથે કોમ્બિંગ ઓપરેશન વધુ સઘન બનાવવામાં આવશે. ગેરકાયદેસર હથિયારો અને પ્રોહિબિશન સંબંધિત પ્રવૃત્તિઓ પર પણ કડક નજર રાખવામાં આવશે. ઉપરાંત, આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરાશે જેથી કોઈપણ અનિચ્છનીય તત્વો પ્રવેશ ન કરી શકે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યમાં અંદાજે 9,000 જેટલા તાલીમબદ્ધ LRD રિક્રુટ્સ તેમજ વન વિભાગના અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાં જોડવામાં આવશે. જે પોલીસ અધિકારીઓની બદલી થઈ છે તેમને તાત્કાલિક નવી જગ્યાએ રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી તેઓ સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરી શકે.

પોલીસ તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે સંકલન વધારવામાં આવશે. ઉમેદવારોની આખરી યાદી જાહેર થયા બાદ ફૂટ પેટ્રોલિંગ અને મોબાઈલ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત ઇન્ટેલિજન્સ ટીમો પણ સતત મોનિટરિંગ કરશે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય અને મતદારો નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ તમામ પગલાંઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય પોલીસ આ ચૂંટણીને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં.

AUTHOR
Admin

Admin

Author details are not available.