Get News Alerts

Never miss breaking news updates.

VGRC, સુરત અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “Single Click Payment Program”નું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર: ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત સરકારનાં ઉદ્યોગ અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાનાં ઉદ્યોગોનાં (Micro, Small, and Medium Enterprises) વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના હેતુસર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, સુરત અંતર્ગત આજે (ગુરુવારે) સવારે ૧૧:00 વાગ્યે નાયબ મુખ્યમંત્રી...
R Gajjar
R GajjarUpdated on: 30 Apr 2026 03:59 PM IST
VGRC, સુરત અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “Single Click Payment Program”નું આયોજન કરવામાં આવ્યુંVGRC, સુરત અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “Single Click Payment Program”નું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર: ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત સરકારનાં ઉદ્યોગ અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાનાં ઉદ્યોગોનાં (Micro, Small, and Medium Enterprises) વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના હેતુસર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, સુરત અંતર્ગત આજે (ગુરુવારે) સવારે ૧૧:00 વાગ્યે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે “Single Click Payment Program”નું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ અને MSME વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ કુલ 11, 029  લાભાર્થીઓને રૂ. 1349.50 કરોડની રકમ ઈ-પેમેન્ટ (E-Payment) મારફતે એક જ સમયે તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. જેમા મુખ્યત્વે MSMEની વિવિધ યોજના હેઠળ 7,495 લાભાર્થીઓને 299.75 કરોડ, ટેક્ષટાઇલ યોજનામાં 3,423  લાભર્થીઓને 538.76 કરોડ તથા લાર્જ ઇન્ડસ્ટ્રીનાં 111 લાભાર્થીઓને 510.99 કરોડની સહાયનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ ઔદ્યોગિક તથા MSME યોજનાઓનાં લાભાર્થીઓને સમયસર સહાય મળતી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ચુકવણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગ વિકાસ, રોકાણ પ્રોત્સાહન, ઉત્પાદન વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે સતત પ્રયત્નશીલ છે અને MSME ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ” દ્વારા લાભાર્થીઓને સહાય રકમ ત્વરિત અને પારદર્શક રીતે પ્રાપ્ત થાય છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com