શહેરોમાં બંગલાની ઊંચાઈ માટે નવા નિયમો: 12 મીટરથી વધુ બાંધકામ પર એપાર્ટમેન્ટના નિયમો લાગુ!

ગાંધીનગર: શહેરોમાં રહેણાંક બાંધકામને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે બંગલાના બાંધકામ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ હવે મહત્તમ 12 મીટર ઊંચાઈ અને 3 માળ સુધીનું રહેણાંક બાંધકામ જ બંગલા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આ મર્યાદા કરતાં વધુ ઊંચાઈ ધરાવતા રહેણાંક બાંધકામને હવે એપાર્ટમેન્ટ શ્રેણીમાં ગણવામાં આવશે અને તેના પર એપાર્ટમેન્ટ સંબંધિત તમામ નિયમો લાગુ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

ગાંધીનગર: શહેરોમાં રહેણાંક બાંધકામને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે બંગલાના બાંધકામ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ હવે મહત્તમ 12 મીટર ઊંચાઈ અને 3 માળ સુધીનું રહેણાંક બાંધકામ જ બંગલા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

આ મર્યાદા કરતાં વધુ ઊંચાઈ ધરાવતા રહેણાંક બાંધકામને હવે એપાર્ટમેન્ટ શ્રેણીમાં ગણવામાં આવશે અને તેના પર એપાર્ટમેન્ટ સંબંધિત તમામ નિયમો લાગુ પડશે. નવા નિયમો અનુસાર 12 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બાંધકામમાં ફરજિયાત માર્જિન સ્પેસ છોડવી પડશે, જેથી આગ જેવી આપત્તિ સમયે સુરક્ષા અને બચાવ કામગીરી સરળતાથી થઈ શકે.

ઉપરાંત DW3 શ્રેણી મુજબ યોગ્ય સીડી, સુરક્ષા માપદંડો અને ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. આવા બાંધકામ માટે ફાયર એનઓસી (No Objection Certificate) સહિત તમામ જરૂરી મંજૂરીઓ મેળવવી અનિવાર્ય રહેશે.

સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ શહેરોમાં વધતા ઊંચા રહેણાંક બાંધકામોને નિયમબદ્ધ બનાવવાનો, આગ જેવી આપત્તિઓ સામે સુરક્ષા વધારવાનો અને શહેરી આયોજનને વધુ અસરકારક બનાવવાનો છે. નવા નિયમો લાગુ થતાં બિલ્ડરો, આર્કિટેક્ટ્સ તેમજ ઘર બાંધવા ઇચ્છતા લોકો માટે બિલ્ડિંગ પ્લાન તૈયાર કરતી વખતે આ જોગવાઈઓનું પાલન કરવું જરૂરી બનશે.

વિધાનસભાના આગામી સત્રમાં નવુ વિધેયક લવાશે
ગુજરાત સરકાર ભૂગર્ભજળના વધતા અવક્ષયને રોકવા માટે એક મહત્વપૂર્ણ કાયદો લાવવાની તૈયારીમાં છે. ગુજરાત ભૂગર્ભજળ બિલ, 2026 તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેને આગામી મહિને વિધાનસભામાં રજૂ કરવાની શક્યતા છે. આ બિલ ભૂગર્ભજળને ખાનગી મિલકત નહીં, પરંતુ સમગ્ર સમાજનું સહિયારું જાહેર સંસાધન માનશે. રાજ્યમાં ભૂગર્ભજળની સપાટી સતત ઘટી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. મુખ્ય જોગવાઇઓમાં પીવાનું પાણી, ખેતી અને આજીવિકા માટે ભૂગર્ભજળને સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્ય સ્તરે ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડવોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થા ભૂગર્ભજળના ટકાઉ ઉપયોગની નીતિઓ અમલમાં મૂકશે. ઇકોલોજિકલી સંવેદનશીલ વિસ્તારોને ગ્રાઉન્ડવોટર પ્રોટેક્શન ઝોન જાહેર કરી શકાશે. આ વિસ્તારોમાં પાણી ઉપાડ પર કડક નિયંત્રણ રહેશે. ખેતી માટેના ભૂગર્ભજળ ઉપયોગને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. ઔદ્યોગિક અને મોટા વપરાશકારો: ફેક્ટરીઓ અને અન્ય મોટા વપરાશકારોએ ભૂગર્ભજળ ઉપાડતા પહેલાં પરવાનગી લેવી પડશે. તેમના પર પાણીના ચાર્જ પણ લાગુ થશે. આવકનો ઉપયોગ પાણી સંરક્ષણ કાર્યો માટે થશે. ભૂગર્ભજળ પ્રદૂષિત કરવા બદલ રૂ.1 લાખ સુધીનો દંડ. સુરક્ષા વિસ્તારમાં ગેરકાયદે પાણી ઉપાડવા બદલ રૂ.10 લાખ સુધીનો દંડ. ગેરકાયદે ઉપાડ કે પ્રદૂષણ કરનારને જેલની સજા પણ થઈ શકે છે. વરસાદી પાણી સંગ્રહ (રેઈનવોટર હાર્વેસિ્ંટગ) સિસ્ટમ ન લગાવવા બદલ પણ દંડ અને જેલની જોગવાઈ છે.

નવા એપાર્ટમેન્ટ-કોમ્પ્લેક્સમાં પીજીની સુવિધાને મંજૂરી નહીં
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગે જીડીસીઆરમાં સુધારા માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. આ સુધારા અનુસાર નવા એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પેઇંગ ગેસ્ટ સુવિધાઓ મંજૂર કરવામાં આવશે નહીં. મિક્સ્ડ એપાર્ટમેન્ટ-અને-પીજી બાંધકામની યોજનાઓને પણ નકારી કાઢવામાં આવશે.આ અગાઉ ગુજરાતના અર્બન પ્લાનિંગ રૂલબુકમાં પેઇંગ ગેસ્ટ શબ્દનો જ ઉલ્લેખ નહોતો. નવા સુધારાની પ્રક્રિયા શરૂ કરી છે. આમાં પીજીનું વર્ગીકરણ અને પ્રીસ્કૂલ માટેના બાંધકામના નિયમોનો સમાવેશ કરવામાં આવશે. જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે અને નાગરિકો પાસેથી વાંધા-સૂચનો 3 ઓક્ટોબર સુધી મંગાવવામાં આવ્યા છે.