Get News Alerts

Never miss breaking news updates.

રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નહીં! ANTFની રચના, રાજ્યભરમાં 6 વિશેષ પોલીસ સ્ટેશન શરૂ થશે!

ગુજરાત સરકાર અને ગૃહ વિભાગે રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યમાં હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરવામાં આવી છે, જે ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને નશીલા પદાર્થોના નેટવર્ક સામે વિશેષ કામગીરી કરશે. ગૃહ વિભાગ દ્વારા ADG કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ ANTFને કાર્યરત કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ માટે ADG, IG, DYSP, PI અને PSI સહિતની અલગ-અલગ પોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે જેથી કામગીરી વધુ અસરકારક બની શકે.
R Gajjar
R GajjarUpdated on: 18 Jun 2026 09:55 PM IST
રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નહીં! ANTFની રચના, રાજ્યભરમાં 6 વિશેષ પોલીસ સ્ટેશન શરૂ થશે!રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નહીં! ANTFની રચના, રાજ્યભરમાં 6 વિશેષ પોલીસ સ્ટેશન શરૂ થશે!

AI Generated Images

Gujarat ANTF Anti Narcotics Task Force: ગુજરાત સરકાર અને ગૃહ વિભાગે રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યમાં હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરવામાં આવી છે, જે ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને નશીલા પદાર્થોના નેટવર્ક સામે વિશેષ કામગીરી કરશે. ગૃહ વિભાગ દ્વારા ADG કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ ANTFને કાર્યરત કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ માટે ADG, IG, DYSP, PI અને PSI સહિતની અલગ-અલગ પોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે જેથી કામગીરી વધુ અસરકારક બની શકે.

રાજ્યભરમાં 6 વિશેષ પોલીસ સ્ટેશન
ડ્રગ્સ સંબંધિત ગુનાઓ પર નજર રાખવા અને ઝડપી કાર્યવાહી માટે રાજ્યમાં કુલ 6 વિશેષ ANTF પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવશે.

જાણો કયા પોલીસ સ્ટેશનની હદમાં કયા જિલ્લાઓનો સમાવેશ કરાયો?

  • અમદાવાદ : અમદાવાદ શહેર,ગ્રામ્ય, ખેડા આણંદ જિલ્લાની હદ રહેશે.
  • સુરત : સુરત શહેર, ગ્રામ્ય, તાપી,વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની હદ રહેશે.
  • વડોદરા : વડોદરા શહેર, ગ્રામ્ય, ભરૂચ, નર્મદા,દાહોદ, ગોધરા, મહીસાગર,છોટા ઉદેપુર જિલ્લાની હદ રહેશે.
  • રાજકોટ : રાજકોટ શહેર, ગ્રામ્ય સુરેન્દ્રનગર,ભાવનગર, અમરેલી,પોરબંદર જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ ,દેવભૂમિ દ્વારકા રહેશે.
  • ગાંધીનગર : ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાની હદ રહેશે.
  • ભૂજ : કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, બનાસકાંઠા,વાવ થરાદ, પાટણ અને મોરબી જિલ્લાની હદ રહેશે.

કેન્દ્રિય એજન્સીના અધિકારીઓ પણ જોડાઈ શકશે
આ વિશેષ પોલીસ સ્ટેશનોનું સંચાલન DYSP કક્ષાના અધિકારીઓ કરશે. જરૂરિયાત મુજબ NCB, DRI, CBN અને CAPF જેવી કેન્દ્રિય એજન્સીઓમાંથી અધિકારીઓને પણ ડેપ્યુટેશન પર લાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી
ગૃહ વિભાગે ANTFને કાયદાકીય રીતે વિશેષ સત્તાઓ આપી છે. રાજ્યમાં ડ્રગ્સના નેટવર્ક, સપ્લાય ચેઇન અને નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા તત્વો સામે હવે વધુ આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ગુજરાતને ડ્રગ્સ મુક્ત રાજ્ય બનાવવા માટે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com