ગિરનાર રજિસ્ટ્રેશન પર Gen Zનો બખેડો! સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો, તંત્રના નિયમો પર ઉઠ્યા સવાલ

Girnar Registration Viral Video: ગિરનાર પર જતા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમલમાં મુકાયેલી ફરજિયાત રજિસ્ટ્રેશન પ્રક્રિયા હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગિરનારની જૂની સીડી પરથી જવા માટે રજિસ્ટ્રેશન જરૂરી નથી તેવો દાવો કરવામાં આવ્યો છે અને તંત્રની પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તંત્ર...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Girnar Registration Viral Video: ગિરનાર પર જતા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમલમાં મુકાયેલી ફરજિયાત રજિસ્ટ્રેશન પ્રક્રિયા હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગિરનારની જૂની સીડી પરથી જવા માટે રજિસ્ટ્રેશન જરૂરી નથી તેવો દાવો કરવામાં આવ્યો છે અને તંત્રની પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા ગિરનાર પર ચડતા દરેક યાત્રાળુની સુરક્ષા, ઇમરજન્સી સમયે ઝડપી બચાવ કામગીરી અને યાત્રાળુઓની માહિતી ઉપલબ્ધ રહે તે હેતુથી રજિસ્ટ્રેશન વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. જોકે વાયરલ વીડિયોમાં યુવતી આ પ્રક્રિયાની મજાક ઉડાવતી જોવા મળે છે. વીડિયોમાં તે કહે છે કે, "રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી," તેમજ અન્ય વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરતી જોવા મળે છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર Ritu_Sankhat_27 નામના એકાઉન્ટ પરથી વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોને લઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તંત્રના નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક આ પ્રક્રિયાને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

મહત્વનું છે કે ગિરનાર પર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. વરસાદી મોસમ તેમજ કુદરતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રજિસ્ટ્રેશન સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો બચાવ કામગીરી સરળતાથી થઈ શકે. હાલ વાયરલ થયેલા વીડિયોને લઈને તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે સોશિયલ મીડિયામાં ફેલાતી ભ્રામક માહિતીના કારણે લોકો ગેરમાર્ગે દોરાય નહીં અને સુરક્ષાના નિયમોનું પાલન કરે તે જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.