61 દિવસ બાદ ફરી દરિયો ખેડશે સાગરખેડૂઓ, 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ

Gir Somnath Fishing Season 2026: 61 દિવસના લાંબા વિરામ બાદ હવે ગીર સોમનાથ જિલ્લાના સાગરખેડૂઓ ફરી એકવાર દરિયામાં ઉતરવા માટે સજ્જ થયા છે. આગામી 16 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવી સિઝનને લઈને વેરાવળ સહિત જિલ્લાના વિવિધ બંદરો પર માછીમારો અને બોટ માલિકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન...
Rupin Bakraniya
Rupin Bakraniya
61 દિવસ બાદ ફરી દરિયો ખેડશે સાગરખેડૂઓ, 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ61 દિવસ બાદ ફરી દરિયો ખેડશે સાગરખેડૂઓ, 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ

Gir Somnath Fishing Season 2026: 61 દિવસના લાંબા વિરામ બાદ હવે ગીર સોમનાથ જિલ્લાના સાગરખેડૂઓ ફરી એકવાર દરિયામાં ઉતરવા માટે સજ્જ થયા છે. આગામી 16 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવી સિઝનને લઈને વેરાવળ સહિત જિલ્લાના વિવિધ બંદરો પર માછીમારો અને બોટ માલિકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન પોર્ટલ ખુલશે
માછીમારીની નવી સિઝન શરૂ થવાના પગલે 15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન પોર્ટલ ખુલશે. આ ટોકનના આધારે માછીમારીની બોટોને દરિયામાં જવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

10 બંદરો પરથી 7,500 બોટ દરિયો ખેડશે
ગીર સોમનાથ જિલ્લાના અંદાજે 10 જેટલા બંદરો પરથી 7,500 નાની-મોટી ફિશિંગ બોટો દરિયામાં માછીમારી માટે રવાના થવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી વેરાવળ સહિતના બંદરો પર બોટોના રંગરોગાન, એન્જિનની ચકાસણી, જાળની મરામત અને અન્ય જરૂરી સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. હવે મોટાભાગની તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને સાગરખેડૂઓ દરિયામાં જવા માટે આતુર બન્યા છે.

મહાકાય ક્રેનથી બોટો દરિયામાં ઉતારાશે
બંદરો પર બોટોને દરિયામાં ઉતારવા માટે મહાકાય ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે. લાંબા સમયના વિરામ બાદ બોટો દરિયામાં ઉતરવાની શરૂઆત થતાં જ ફરી એકવાર ગીર સોમનાથના દરિયાકાંઠે ચહલપહલ જોવા મળશે.

માછીમારી સાથે અનેક લોકોને રોજગારી મળશે
નવી માછીમારી સિઝન શરૂ થતાં માત્ર માછીમારોને જ નહીં, પરંતુ બોટ માલિકો, મજૂરો, માછલીના વેપારીઓ, જાળ બનાવતા કારીગરો, બરફના વેપારીઓ અને પરિવહન સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારી મળશે. આ રીતે માછીમારીની સિઝન શરૂ થવાથી દરિયાકાંઠાના અનેક પરિવારોની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે.

આશા અને ઉત્સાહ સાથે દરિયામાં ઉતરશે સાગરખેડૂઓ
61 દિવસના વિરામ બાદ હવે સાગરખેડૂઓ આશા અને ઉત્સાહ સાથે દરિયો ખેડવા તૈયાર છે. દરિયાની લહેરો સાથે તેમની રોજીરોટીની નવી સફર પણ શરૂ થશે.