Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરના સરગાસણમાં 12મા માળે ભીષણ આગ, 5 ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા શ્રીપદ આયાંશ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના 12મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે ગાંધીનગર ફાયર બ્રિગેડના 5 ફાયર ટેન્ડરને બચાવ અને આગ બુઝાવવાની કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
R Gajjar
R GajjarUpdated on: 03 Jun 2026 07:56 PM IST
ગાંધીનગરના સરગાસણમાં 12મા માળે ભીષણ આગ, 5 ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળેગાંધીનગરના સરગાસણમાં 12મા માળે ભીષણ આગ, 5 ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે

AI Generated Images

ગાંધીનગર: ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા શ્રીપદ આયાંશ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના 12મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે ગાંધીનગર ફાયર બ્રિગેડના 5 ફાયર ટેન્ડરને બચાવ અને આગ બુઝાવવાની કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

ચીમનીમાં આગ લાગ્યાની આશંકા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રસોડામાં ગેસ પર રાખેલા ગરમ તેલના કારણે ચીમનીમાં આગ લાગી હોવાની શક્યતા છે. ચીમનીમાંથી ફેલાયેલી આગે ધીમે ધીમે સમગ્ર ફ્લેટને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.

બચાવ કામગીરી ચાલુ
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ આગ વધુ ન ફેલાય તે માટે સતત કામગીરી ચાલી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જોકે આગના કારણે ફ્લેટમાં મોટું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com