USના જેક્સન શહેરમાં 8 જુલાઈ 'પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ' જાહેર, મેયર જૉન હોર્નની ઐતિહાસિક જાહેરાત

Dr Gnanvatsal Swami Day Jackson Mississippi: અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જૉન હોર્ને 8 જુલાઈ, 2026ના દિવસને સત્તાવાર રીતે 'પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ' તરીકે જાહેર કર્યો છે. આ જાહેરાત જેક્સન સ્થિત ધ હિલ્ટન ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન 1000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સન્માન પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીએ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રામાણિકતા, કરુણા અને...
Rupin Bakraniya
Rupin Bakraniya
USના જેક્સન શહેરમાં 8 જુલાઈ 'પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ' જાહેર, મેયર જૉન હોર્નની ઐતિહાસિક જાહેરાતUSના જેક્સન શહેરમાં 8 જુલાઈ 'પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ' જાહેર, મેયર જૉન હોર્નની ઐતિહાસિક જાહેરાત

Dr Gnanvatsal Swami Day Jackson Mississippi: અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જૉન હોર્ને 8 જુલાઈ, 2026ના દિવસને સત્તાવાર રીતે 'પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ' તરીકે જાહેર કર્યો છે. આ જાહેરાત જેક્સન સ્થિત ધ હિલ્ટન ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન 1000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ ઐતિહાસિક સન્માન પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીએ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રામાણિકતા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો સાથે જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે, તેના માનરૂપે આપવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમિયાન મેયર જૉન હોર્ને જણાવ્યું હતું કે આ જાહેરનામાનો હેતુ જેક્સન શહેરના તમામ નાગરિકોને પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીના વર્ષો સુધીના નિઃસ્વાર્થ સેવાકાર્ય, પ્રેરણાદાયી નેતૃત્વ અને માનવતાલક્ષી યોગદાનને ઓળખવા તથા તેની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પણ સ્વામીશ્રીના જીવનમૂલ્યો અને સમાજસેવાના કાર્યને બિરદાવ્યા હતા. આ જાહેરાત ભારતીય આધ્યાત્મિક પરંપરા અને વૈશ્વિક સ્તરે માનવસેવાના સંદેશને મળેલા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સન્માન તરીકે જોવામાં આવી રહી છે.