Get News Alerts

Never miss breaking news updates.

કલ્યાણપુરમાં RTO ના નામે ચાલતા મોટા લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ:  પોસ્ટ ઓફિસનો કર્મચારીએ 400 લોકોને પધરાવ્યા નકલી લાયસન્સ

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ભોળા અને ગ્રામ્ય વિસ્તારના લોકોને લાયસન્સ અપાવવાના બહાને છેતરતા એક શખ્સને LCB પોલીસે દબોચી લીધો છે. પોસ્ટ ઓફિસમાં નોકરી કરતો કિશન નટરવરલાલ સોમૈયા નામનો શખ્સ RTO એજન્ટ હોવાની ઓળખ આપી મોબાઈલ ફોન દ્વારા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું છે.
R Gajjar
R GajjarUpdated on: 16 Apr 2026 09:35 PM IST
કલ્યાણપુરમાં RTO ના નામે ચાલતા મોટા લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ:  પોસ્ટ ઓફિસનો કર્મચારીએ 400 લોકોને પધરાવ્યા નકલી લાયસન્સકલ્યાણપુરમાં RTO ના નામે ચાલતા મોટા લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ:  પોસ્ટ ઓફિસનો કર્મચારીએ 400 લોકોને પધરાવ્યા નકલી લાયસન્સ

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ભોળા અને ગ્રામ્ય વિસ્તારના લોકોને લાયસન્સ અપાવવાના બહાને છેતરતા એક શખ્સને LCB પોલીસે દબોચી લીધો છે. પોસ્ટ ઓફિસમાં નોકરી કરતો કિશન નટરવરલાલ સોમૈયા નામનો શખ્સ RTO એજન્ટ હોવાની ઓળખ આપી મોબાઈલ ફોન દ્વારા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું છે.

મોબાઈલ એડિટિંગ દ્વારા આચરતો છેતરપિંડી

આરોપી કિશન લોકો પાસેથી આધારકાર્ડ અને ફોટા મેળવી, મોબાઈલમાં અન્યના લાયસન્સ પર એડિટિંગ કરી નકલી લાયસન્સની પ્રિન્ટ કાઢી આપતો હતો. આ કામ માટે તે રૂ. 3,000 થી 8,000 સુધીની તગડી રકમ વસૂલતો હતો. 'RTO માં ટ્રાયલ આપ્યા વગર ઘરે બેઠા ઓરીજનલ લાયસન્સ મળશે' તેવી લાલચ આપી તેણે અત્યાર સુધીમાં અંદાજે 300 થી 400 જેટલા લોકો અને સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની આશંકા છે.

પોલીસની કડક કાર્યવાહી

LCB પી.એસ.આઈ.ની બાતમીના આધારે દરોડો પાડી આરોપી પાસેથી 12 નંગ બોગસ લાયસન્સ, મોબાઈલ, રોકડ અને મોપેડ સહિત કુલ રૂ. 35,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કલ્યાણપુર પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જનતાને પોલીસની અપીલ

પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, "જે લોકોએ આ કિશન સોમૈયા પાસે લાયસન્સ બનાવડાવ્યા હોય તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. RTO માં ટ્રાયલ આપ્યા વગર મળતા લાયસન્સ હંમેશા બોગસ હોય છે, તેથી આવા એજન્ટોના ઝાંસામાં ન આવવા જનતાને વિનંતી છે."

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com