Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ‘બંધારણ હત્યા દિવસ’ની ઉજવણી!: 1975ની કટોકટી યાદ કરી ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી કટોકટીના દિવસને "બંધારણ હત્યા દિવસ" તરીકે યાદ કરતાં રાજકોટ શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર લોકશાહીના સેનાનીઓ તેમજ તેમના પરિવારોના ત્યાગ અને સંઘર્ષને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કટોકટીના સમયગાળામાં બંધારણીય અધિકારોના હનન, પ્રેસ પર લાદવામાં આવેલી સેન્સરશિપ અને લોકશાહી પર આવેલા સંકટને યાદ
R Gajjar
R GajjarUpdated on: 25 Jun 2026 08:15 PM IST
રાજકોટમાં ‘બંધારણ હત્યા દિવસ’ની ઉજવણી!: 1975ની કટોકટી યાદ કરી ભાજપનો કોંગ્રેસ પર પ્રહારરાજકોટમાં ‘બંધારણ હત્યા દિવસ’ની ઉજવણી!: 1975ની કટોકટી યાદ કરી ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

રાજકોટ: વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી કટોકટીના દિવસને "બંધારણ હત્યા દિવસ" તરીકે યાદ કરતાં રાજકોટ શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર લોકશાહીના સેનાનીઓ તેમજ તેમના પરિવારોના ત્યાગ અને સંઘર્ષને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કટોકટીના સમયગાળામાં બંધારણીય અધિકારોના હનન, પ્રેસ પર લાદવામાં આવેલી સેન્સરશિપ અને લોકશાહી પર આવેલા સંકટને યાદ કરવામાં આવ્યું હતું.

વક્તાઓએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન જનસંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના અનેક આગેવાનોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ સમયગાળો ભારતીય લોકશાહીના ઇતિહાસનો કાળો અધ્યાય માનવામાં આવે છે. ભાજપના નેતાઓએ નવી પેઢીને આ ઐતિહાસિક ઘટનાથી અવગત કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે કટોકટી બાદ દેશની જનતાએ કોંગ્રેસ સરકારને સત્તાથી દૂર કરીને લોકશાહીની જીતનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com