બરોડા ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી માટે વડોદરામાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ

વડોદરા: વડોદરાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ત્રણ નિરીક્ષકોએ સંબંધિત આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમની રાય અને અભિપ્રાયો મેળવ્યા. પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી રમેશભાઈ દેસાઈ તેમજ...
Rupin Bakraniya
Rupin Bakraniya
બરોડા ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી માટે વડોદરામાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણબરોડા ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી માટે વડોદરામાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ

વડોદરા: વડોદરાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ત્રણ નિરીક્ષકોએ સંબંધિત આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમની રાય અને અભિપ્રાયો મેળવ્યા.

પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી રમેશભાઈ દેસાઈ તેમજ જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યાને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, છોટાઉદેપુરના સાંસદ, બરોડા ડેરીના ડિરેક્ટરો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષકોએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબંધિત આગેવાનો સાથે અલગ-અલગ ચર્ચા કરીને ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોગ્ય ઉમેદવારો અંગે અભિપ્રાય મેળવ્યો હતો.

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ અંગેનો અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. આ અંગે વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ બી.જે. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા સંગઠનની પરંપરા મુજબ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે અને અંતિમ નિર્ણય પ્રદેશ નેતૃત્વ કરશે.