ચાંગોદરમાં બંધન બેંકની બેદરકારીનો પર્દાફાશ : નકલી સરનામે ખાતા ખોલાતા સાયબર સુરક્ષા સામે મોટો ખતરો!



AI Generated Images
ચાંગોદરમાં બંધન બેંકની બેદરકારીનો પર્દાફાશ : નકલી સરનામે ખાતા ખોલાતા સાયબર સુરક્ષા સામે મોટો ખતરો!



AI Generated Images
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બંધન બેંકની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ બેંક દ્વારા એવા સરનામા પર ખાતાઓ ખોલવામાં આવ્યા છે જ્યાં કોઈ વ્યવસાય કે રહેઠાણનું અસ્તિત્વ જ નથી. સૌથી ગંભીર બાબત એ છે કે જરૂરી કેવાયસી (KYC) અને સરનામાની યોગ્ય ચકાસણી કર્યા વિના જ ખાતાઓ શરૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
ચાંગોદર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતિય વ્યક્તિઓના નામે બેફામ રીતે ખાતાઓ ખોલવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર બેંકિંગ નિયમોનો ભંગ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને સાયબર ક્રાઇમ નિયંત્રણ માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. એક તરફ સરકાર અને તપાસ એજન્સીઓ સાયબર ઠગાઈ અને નાણાકીય ગુનાઓ પર અંકુશ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે બીજી તરફ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા નિયમોની અવગણના કરીને ખાતાઓ ખોલવામાં આવતા હોવાના આક્ષેપો સમગ્ર બેંકિંગ વ્યવસ્થા પર સવાલો ઊભા કરે છે.
એક જાગૃત નાગરિકે સમગ્ર મ8ામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. નાગરિકોનો સવાલ છે કે જો બેંકો જ રિઝર્વ બેંકના કેવાયસી અને ગ્રાહક ચકાસણીના નિયમોનું પાલન નહીં કરે તો સાયબર ગુનાઓને રોકવાના પ્રયાસો કેટલી હદ સુધી સફળ બની શકશે? હવે સૌની નજર સંબંધિત સત્તાધિકારીઓ અને બંધન બેંકના મેનેજમેન્ટ પર છે કે તેઓ આ ગંભીર આક્ષેપોની તપાસ કરીને સત્ય બહાર લાવે છે કે નહીં અને જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



