કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક પૂર્ણ: વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદના ભાજપ મુખ્યાલય કમલમ ખાતે યોજાયેલી હાઈવોલ્ટેજ બેઠક પૂર્ણ થઈ છે. લગભગ પોણા બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી અભિયાન અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પહેલાં સંગઠનને વધુ ધારદાર...
Rupin Bakraniya
Rupin Bakraniya
કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહની બેઠક પૂર્ણ: વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયાર કર્યો માસ્ટર પ્લાનકેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહની બેઠક પૂર્ણ: વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદના ભાજપ મુખ્યાલય કમલમ ખાતે યોજાયેલી હાઈવોલ્ટેજ બેઠક પૂર્ણ થઈ છે. લગભગ પોણા બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી અભિયાન અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પહેલાં સંગઠનને વધુ ધારદાર બનાવવા માટે ચોક્કસ વ્યૂહરચના ઘડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં ભાજપના તમામ શિરોમણી નેતાઓને ચૂંટણી પૂર્વે વધુ સક્રિય બનવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગરીબ, યુવા, આદિવાસી અને ખેડૂતો સુધી સરકારની યોજનાઓ અને સંગઠનનો સંદેશ વધુ અસરકારક રીતે પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, જ્યાં ભાજપ અગાઉ નબળી સ્થિતિમાં રહી હતી તેવી માઇનસ બેઠકો પર વધુ આક્રમક અભિયાન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. 'વન ડે વન એસેમ્બલી' અભિયાનને વધુ અસરકારક બનાવવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન યુવાનો અને ખેડૂતોમાં જો કોઈ નારાજગી હોય તો તેને દૂર કરવા માટે સંગઠનના કાર્યકરોને લોકો વચ્ચે વધુ સક્રિય રીતે કામ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપ હવે ચૂંટણી પૂર્વે સંગઠન અને જનસંપર્ક બંનેને વધુ મજબૂત બનાવવા માટે મેદાનમાં ઉતરશે.