Get News Alerts

Never miss breaking news updates.

AMCનો મોટો નિર્ણય, ₹6.43 કરોડના ગેજેટ્સને મંજૂરી, કોર્પોરેટરો-અધિકારીઓને મળશે લેપટોપ અને મોબાઇલ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરો અને અધિકારીઓ માટે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઇલ ફોન ખરીદવા સંબંધિત અંદાજે ₹6.43 કરોડના ખર્ચના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંજૂર થયેલા પ્રસ્તાવ મુજબ શહેરના 192 કોર્પોરેટરો તેમજ વર્ગ-1થી વર્ગ-3 સુધીના કુલ 1090 અધિકારીઓ માટે જરૂરી ડિજિટલ ગેજેટ્સ ખરીદવામાં આવશે. આ સમગ્ર ખર્ચ AMCના ભંડોળમાંથી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કોર્પોરેટરો માટે અંદાજે ₹2.61...
R Gajjar
R GajjarUpdated on: 09 Jul 2026 09:03 PM IST
AMCનો મોટો નિર્ણય, ₹6.43 કરોડના ગેજેટ્સને મંજૂરી, કોર્પોરેટરો-અધિકારીઓને મળશે લેપટોપ અને મોબાઇલAMCનો મોટો નિર્ણય, ₹6.43 કરોડના ગેજેટ્સને મંજૂરી, કોર્પોરેટરો-અધિકારીઓને મળશે લેપટોપ અને મોબાઇલ

AI Generated Images

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરો અને અધિકારીઓ માટે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઇલ ફોન ખરીદવા સંબંધિત અંદાજે ₹6.43 કરોડના ખર્ચના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંજૂર થયેલા પ્રસ્તાવ મુજબ શહેરના 192 કોર્પોરેટરો તેમજ વર્ગ-1થી વર્ગ-3 સુધીના કુલ 1090 અધિકારીઓ માટે જરૂરી ડિજિટલ ગેજેટ્સ ખરીદવામાં આવશે. આ સમગ્ર ખર્ચ AMCના ભંડોળમાંથી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ કોર્પોરેટરો માટે અંદાજે ₹2.61 કરોડ અને અધિકારીઓ માટે લગભગ ₹3.82 કરોડ ફાળવવામાં આવ્યા છે. અધિકારીઓમાંથી આશરે 90 અધિકારીઓને લેપટોપ અને પ્રિન્ટર આપવામાં આવશે, જ્યારે અન્ય અધિકારીઓને તેમની કામગીરીને અનુકૂળ મોબાઇલ ફોન આપવામાં આવશે. કોર્પોરેટરો માટે ગેજેટ ખરીદવાની પ્રક્રિયામાં તેઓ પોતાની પસંદગી મુજબ લેપટોપ અને પ્રિન્ટર ખરીદી શકશે. ત્યારબાદ ખરીદીનું બિલ રજૂ કર્યા પછી કોર્પોરેશન તરફથી નિર્ધારિત મર્યાદા સુધી રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવશે. અગાઉ આ મર્યાદા ₹90 હજાર હતી, જેને વધારીને હવે ₹1 લાખ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે ગેજેટ્સ ખરીદાયા બાદ પાંચ વર્ષ પૂર્ણ થયા પછી પણ તે પરત લેવામાં આવશે નહીં અને સંબંધિત કોર્પોરેટર અથવા અધિકારી પાસે જ રહેશે.

સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા મુજબ, અગાઉ અમલમાં રહેલી ગેજેટ્સ સંબંધિત નીતિને ફરીથી લાગુ કરવામાં આવી છે. કોર્પોરેશનની દલીલ છે કે ડિજિટલ માધ્યમથી વહીવટી કામગીરીને વધુ ઝડપી બનાવવી, ઈ-મેઈલ આધારિત ફરિયાદોનું અસરકારક સંચાલન કરવું અને ઓફિસના કામકાજને આધુનિક બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. AMCના આ નિર્ણયને લઈને હવે શહેરમાં વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ કોર્પોરેશન ડિજિટલ કામગીરીને વધુ સક્ષમ બનાવવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ જાહેર નાણાંના ખર્ચને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com