ગાંધીનગરમાં ભારતનું ગૌરવ: અજીત નારાયણાએ એશિયન વેઇટલિફ્ટિંગમાં જીત્યા બે બ્રોન્ઝ મેડલ



ગાંધીનગરમાં ભારતનું ગૌરવ: અજીત નારાયણાએ એશિયન વેઇટલિફ્ટિંગમાં જીત્યા બે બ્રોન્ઝ મેડલ



ગાંધીનગર: ગાંધીનગરમાં ચાલી રહેલી 2026 AWF એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ચેમ્પિયનશિપના ચોથા દિવસે ભારતના અજીત નારાયણાએ પુરુષોની 71 કિલો વજન શ્રેણીમાં બે બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. અજીત નારાયણાએ ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોનું જબરદસ્ત લિફ્ટ કર્યું હતું, જ્યારે કુલ 314 કિલો વજન ઉઠાવી ઓવરઓલ ટોટલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એશિયાના ટોચના વેઇટલિફ્ટર્સ સામે અજીતે આત્મવિશ્વાસ અને શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું.

આ કેટેગરીમાં ઉત્તર કોરિયાના વોન જુ રીએ કુલ 351 કિલો વજન ઉઠાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનના જિયાન ચેને 335 કિલો સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 71 કિલો કેટેગરીના પરિણામ મુજબ ક્લીન એન્ડ જર્કમાં અજીત નારાયણાનું 174 કિલોનું પ્રદર્શન ભારત માટે ગૌરવની ક્ષણ બની રહ્યું. તેમની આ સિદ્ધિ ભારતીય વેઇટલિફ્ટિંગ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહી છે.

ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના અધ્યક્ષે અજીત નારાયણાને અભિનંદન પાઠવતા સમગ્ર ભારતીય ટીમને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી. ગાંધીનગરમાં યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં એશિયાના દિગ્ગજ વેઇટલિફ્ટર્સ વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી રહી છે અને ભારતીય ખેલાડીઓ સતત દેશનું નામ રોશન કરી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



