અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાપ! 18 ઓગસ્ટે સાંજે પાણી નહીં આવે!

Ahmedabad Water Supply Shutdown: અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં 18 ઓગસ્ટે સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે. સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં થયેલા લીકેજના સમારકામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થવાની છે. 1600 મીમીની મુખ્ય પાણી લાઈનમાં લીકેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Ahmedabad Water Supply Shutdown: અમદાવાદના પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં 18 ઓગસ્ટે સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે. સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં થયેલા લીકેજના સમારકામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થવાની છે.

1600 મીમીની મુખ્ય પાણી લાઈનમાં લીકેજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વોટર પ્રોજેક્ટ વિભાગના જણાવ્યા અનુસાર, કોતરપુર વોટર વર્ક્સથી પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પહોંચાડતી 1600 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે લીકેજ થયું છે. આ લીકેજનું સમારકામ 18 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવશે.

કયા વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે?
આ સમારકામની કામગીરીને કારણે કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન પર આધારિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી પાણી પુરવઠો અસરગ્રસ્ત થશે.

ખાસ કરીને પશ્ચિમ ઝોનના

  • સાબરમતી
  • નવા વાડજ
  • નારણપુરા
  • સ્ટેડિયમ
  • નવરંગપુરા
  • પાલડી
  • વાસણા

વોર્ડના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થવાની શક્યતા છે.

18 ઓગસ્ટે સાંજનું પાણી નહીં મળે
AMCના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટના રોજ સાંજનો પાણી પુરવઠો આપી શકાશે નહીં. જ્યારે 19 ઓગસ્ટના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર આપવામાં આવશે. એટલે કે 19 ઓગસ્ટે પાણીનો પુરવઠો સામાન્ય સમય અને જથ્થા કરતાં અલગ હોઈ શકે છે.

AMCની નાગરિકોને અપીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને આ બાબતની નોંધ લેવા અપીલ કરી છે. નાગરિકોને જરૂરિયાત મુજબ અગાઉથી પાણીનો સંગ્રહ કરી રાખવા તેમજ સમારકામની કામગીરી દરમિયાન AMCને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.