અમદાવાદ SOGની પ્રામા હેલ્થકેર સામે કાર્યવાહી, 34 પાર્સલ સીઝ

Prama Healthcare Codeine Phosphate Case: અમદાવાદ SOGએ સરખેજ વિસ્તારમાં આવેલી પ્રામા હેલ્થકેર કંપની સામે કાર્યવાહી હાથ ધરી છે. કંપની દ્વારા કોડીન ફોસ્ફેટ સહિતની દવાઓ મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં મોકલવામાં આવતી હોવાની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. SOGને મળેલી બાતમીના આધારે અમદાવાદ GPOમાંથી મિઝોરમના એઝવાલ મોકલવાના 34 પાર્સલ ઝડપી પાડીને સીઝ કરવામાં આવ્યા છે. આ...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદ SOGની પ્રામા હેલ્થકેર સામે કાર્યવાહી, 34 પાર્સલ સીઝઅમદાવાદ SOGની પ્રામા હેલ્થકેર સામે કાર્યવાહી, 34 પાર્સલ સીઝ

Prama Healthcare Codeine Phosphate Case: અમદાવાદ SOGએ સરખેજ વિસ્તારમાં આવેલી પ્રામા હેલ્થકેર કંપની સામે કાર્યવાહી હાથ ધરી છે. કંપની દ્વારા કોડીન ફોસ્ફેટ સહિતની દવાઓ મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં મોકલવામાં આવતી હોવાની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. SOGને મળેલી બાતમીના આધારે અમદાવાદ GPOમાંથી મિઝોરમના એઝવાલ મોકલવાના 34 પાર્સલ ઝડપી પાડીને સીઝ કરવામાં આવ્યા છે. આ પાર્સલમાં દવાઓ મોકલવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી હતી.

લાયસન્સ વગરની કંપનીને દવા મોકલાઈ હોવાની શંકા
તપાસ દરમિયાન મિઝોરમમાં આવેલી હેરમન ફાર્મસી નામની કંપની પાસે જરૂરી લાયસન્સ ન હોવા છતાં પ્રામા હેલ્થકેર તરફથી દવા મોકલવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે SOG દ્વારા દવાઓના કન્સાઇનમેન્ટ અને તેના રિસીવર અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

કંપનીના માલિક સહિત બે વ્યક્તિઓની પૂછપરછ
સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્રામા હેલ્થકેરના માલિક હીરેન કાંતિભાઈ પટેલ અને પાર્શ્વ વોરાને હસ્તગત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. કંપની કેટલા સમયથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં કેટલા દવાના કન્સાઇનમેન્ટ વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

કોડીન ફોસ્ફેટના ઉપયોગ અંગે તપાસ
અધિકારીના જણાવ્યા મુજબ કોડીન ફોસ્ફેટ Schedule-H ડ્રગ છે, જે પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી. ત્યારે આ દવા કયા હેતુસર અને કોના ઓર્ડરથી મોકલવામાં આવી રહી હતી તે અંગે તપાસ મહત્વપૂર્ણ બની છે. SOG દ્વારા ખાસ કરીને કોડીન ફોસ્ફેટના ગેરકાયદેસર ઉપયોગની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે મિઝોરમની રિસીવર કંપનીની પૂછપરછ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

અગાઉ કેટલા કન્સાઇનમેન્ટ મોકલાયા? તપાસ ચાલુ
તપાસમાં હવે એ પણ સામે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અગાઉ પ્રામા હેલ્થકેર દ્વારા આવા કેટલા ડ્રગ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યા હતા, કોના ઓર્ડરથી મોકલવામાં આવ્યા હતા અને દવાઓનો અંતિમ રિસીવર કોણ હતો. આ અંગે GPO પાસેથી પણ જરૂરી વિગતો મેળવવામાં આવી રહી છે. સમગ્ર મામલે અમદાવાદ SOG દ્વારા કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી તપાસમાં દવાઓના સપ્લાય અને રિસીવર અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.