“આવતીકાલે સવારે 4 વાગ્યે મંગળા આરતીથી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થશે”

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાનો વિધિવત પ્રારંભ આવતીકાલે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે થશે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંદિર ખાતે આરતી અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી, જ્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. સવારે 7 વાગ્યે ગજરાજોની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાનો વિધિવત પ્રારંભ આવતીકાલે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે થશે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંદિર ખાતે આરતી અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી, જ્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.

સવારે 7 વાગ્યે ગજરાજોની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના રથો ભક્તોના જયઘોષ વચ્ચે નગરયાત્રા માટે પ્રસ્થાન કરશે. રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે સમગ્ર રૂટ પર 30 હજારથી વધુ પોલીસ જવાનો, અધિકારીઓ, ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ તેમજ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત રહેશે.

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર માર્ગ પર AI આધારિત CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા એરિયલ સર્વેલન્સ અને પોલીસ કર્મચારીઓ દ્વારા બોડી-વોર્ન કેમેરાથી લાઇવ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર અફવા કે ભડકાઉ પોસ્ટ ફેલાવવાના પ્રયાસોને રોકવા માટે સાયબર ક્રાઇમની વિશેષ ટીમ સતત મોનિટરિંગ કરશે. કોઈપણ પ્રકારની ભડકાઉ અથવા ગેરમાર્ગે દોરતી પોસ્ટ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે સમગ્ર રૂટ પર અગાસી પોઇન્ટ, ડી-પોઇન્ટ તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાનું અગાઉથી રિહર્સલ પણ પૂર્ણ કર્યું છે. છેલ્લા દોઢ મહિનાથી વિવિધ સમાજો સાથે બેઠકો, કોમી એકતા કાર્યક્રમો અને સંકલન બેઠક યોજીને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નાગરિકોના સહયોગથી આ વર્ષની રથયાત્રા પણ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થશે.