અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના મામેરાના યજમાન બન્યા હેમાંગીબેન દવે, વર્ષોની ઈચ્છા થઈ પૂર્ણ



અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના મામેરાના યજમાન બન્યા હેમાંગીબેન દવે, વર્ષોની ઈચ્છા થઈ પૂર્ણ



અમદાવાદ: ભગવાન જગન્નાથજીની આગામી 149મી રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદના હેમાંગીબેન દવે અને તેમના પરિવારને ભગવાન જગન્નાથજીના મામેરાના યજમાન બનવાનો દુર્લભ અને પવિત્ર અવસર પ્રાપ્ત થયો છે.

જગન્નાથ મંદિર દ્વારા યોજાયેલી મામેરાના યજમાનની પસંદગી માટેના ડ્રોમાં હેમાંગીબેન દવેનું નામ જાહેર થતાં સમગ્ર પરિવાર આનંદ અને ભક્તિભાવથી ભાવવિભોર બની ગયો હતો. ખાસ વાત એ છે કે, જે સમયે તેમનું નામ જાહેર થયું, તે સમયે તેમના પુત્ર તેજસ દવે દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા મંદિરમાં હાજર હતા. જગન્નાથ મંદિર તરફથી મામેરાના યજમાન બન્યાનો સંદેશ મળતા દવે પરિવાર માટે આ ક્ષણ જીવનની સૌથી યાદગાર અને પવિત્ર ક્ષણોમાંની એક બની ગઈ હતી. પરિવારજનો અને સ્વજનોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

હેમાંગીબેન દવે જણાવ્યું હતું કે, છેલ્લા 7થી 8 વર્ષથી ભગવાન જગન્નાથજીનું મામેરું કરવાનો સંકલ્પ અને ઈચ્છા તેમના મનમાં હતી. વર્ષો જૂની આ આધ્યાત્મિક ઈચ્છા હવે ભગવાન જગન્નાથજીની કૃપા અને આશીર્વાદથી પૂર્ણ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસના ફળરૂપે તેમને આ પવિત્ર સેવા કરવાનો અવસર મળ્યો છે, જે તેમના પરિવાર માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



