રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી : 6 ગેરકાયદે હથિયારો અને 21 કારતૂસ સાથે આરોપી ઝડપાયો



AI Generated Images
રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી : 6 ગેરકાયદે હથિયારો અને 21 કારતૂસ સાથે આરોપી ઝડપાયો



AI Generated Images
અમદાવાદ: રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સર્ચ અને સર્વેલન્સ અભિયાન વધુ સઘન બનાવ્યું છે. આ દરમિયાન પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને કરણસિંહ નામના આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે આરોપી પાસેથી 6 ગેરકાયદે હથિયારો અને 21 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.88,300 હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ હથિયારો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી લાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો. આરોપી સામે અગાઉથી 7થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ હથિયારો કોને પહોંચાડવાના હતા અને તેની પાછળ કોઈ ગેંગ અથવા મોટું ગુનાહિત નેટવર્ક કાર્યરત છે કે નહીં. અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા સર્ચ ઓપરેશન અને સઘન ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



