149મી જગન્નાથ રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની કોમી એકતા યાત્રા, 8 કિમી ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષાનો સંદેશ



149મી જગન્નાથ રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની કોમી એકતા યાત્રા, 8 કિમી ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષાનો સંદેશ



Ahmedabad Communal Harmony March Rath Yatra: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજાય તે માટે શહેર પોલીસ દ્વારા વિવિધ પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોમી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્વે શહેરમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી તેમજ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો હતો.

આ કોમી એકતા યાત્રામાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી (SOG), સાયબર સેલ અને મહિલા વિંગની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. પોલીસ ટીમોએ આશરે 8 કિલોમીટર સુધી સરસપુર મંદિર વિસ્તાર સુધી એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ માર્ગમાં વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને નાગરિકો સાથે સીધી વાતચીત કરી હતી અને તેમને નિર્ભય રહી રથયાત્રામાં સહભાગી થવા અપીલ કરી હતી.


અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે નાગરિકોને પોલીસની સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની અફવા, રૂમર અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન રાખવાની અપીલ કરી હતી. અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે જનતાના સહયોગ અને સક્રિય ભાગીદારીથી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



