અમદાવાદના સરસપુરમાંથી બાળકીનું અપહરણ, ઝારખંડ લઈ જતી મહિલાને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી

અમદાવાદ: અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ કરી ઝારખંડ લઈ જવા નીકળેલી મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બાળકીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકીની માતાએ શરૂઆતમાં પોતાની પુત્રીને લઈને મહિલા ખાવાનું માંગવા ગઈ હોવાનું માની તપાસ કરી નહોતી. જોકે બાદમાં બાળકી પરત ન ફરતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળકીના અપહરણની જાણ થતાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
અમદાવાદના સરસપુરમાંથી બાળકીનું અપહરણ, ઝારખંડ લઈ જતી મહિલાને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપીઅમદાવાદના સરસપુરમાંથી બાળકીનું અપહરણ, ઝારખંડ લઈ જતી મહિલાને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી

અમદાવાદ: અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ કરી ઝારખંડ લઈ જવા નીકળેલી મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બાળકીને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકીની માતાએ શરૂઆતમાં પોતાની પુત્રીને લઈને મહિલા ખાવાનું માંગવા ગઈ હોવાનું માની તપાસ કરી નહોતી. જોકે બાદમાં બાળકી પરત ન ફરતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળકીના અપહરણની જાણ થતાં જ અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કાલુપુર રેલવે LCB તેમજ વિવિધ જિલ્લાની પોલીસને બાળકી અને શંકાસ્પદ મહિલાના ફોટા બ્રોડકાસ્ટ કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મહિલા શાહીબાખાતુન નટ (મૂળ રહેવાસી સીમંડી, ઝારખંડ) બાળકીને લઈને બસ મારફતે ઝારખંડ જવા નીકળી હતી. માહિતીના આધારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક પાલનપુર LCBએ મહિલા અને બાળકીને ઝડપી લીધી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી આરોપી મહિલાની ઓળખાણ બાળકીના કાકા સાથે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને મહિલા તેની સાથે રહેવા માટે અમદાવાદ આવી હતી.

તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આરોપી મહિલા અને તેના પ્રેમીની પત્ની વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બાળકીનું અપહરણ કરી તેને ઝારખંડ લઈ જવાની યોજના બનાવવામાં આવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી છે, જ્યારે આરોપી મહિલા સામે અપહરણ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.