Get News Alerts

Never miss breaking news updates.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં, ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર

Gujarat Local Body Elections: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, મોરબી, વડોદરા અને ભાવનગર શહેરોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 06 Apr 2026 09:29 PM IST
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં, ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેરસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં, ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર

Gujarat Local Body Elections: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, મોરબી, વડોદરા અને ભાવનગર શહેરોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઉમેદવારોની પસંદગી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે પાર્ટીએ 15 મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના તૈયાર કરી છે. જન આક્રોશ યાત્રા દ્વારા જનતાની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર સામે તહોમતનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.

ઉમેદવારોની પસંદગી પહેલાં કોંગ્રેસે કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. તેના આધારે આજે પ્રથમ તબક્કામાં કુલ 243 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પાર્ટીએ સમીકરણોને ધ્યાનમાં રાખીને સિટિંગ કોર્પોરેટરોને સાથે રાખતા નવા ચહેરાઓને પણ તક આપી છે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ જામનગરમાં 22, સુરતમાં 26, વડોદરામાં 18, મોરબીમાં 23, રાજકોટમાં 40, ભાવનગરમાં 22 અને અમદાવાદમાં 90 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવી છે અને આવનારી ચૂંટણીમાં સશક્ત પ્રદર્શન કરવાની દિશામાં આગળ વધી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.