Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં આ તારીખે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જોઈ લો ટાઇમટેબલ

Gujarat Local body Elections 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણને મોટી જાહેરાત કરી છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતના 260 તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે. 53 તાલુકા પંચાયતનું સીમાંકન સાથે રોટ શણ કરવામાં આવશે.
Admin
AdminUpdated on: 01 Apr 2026 06:51 PM IST
ગુજરાતમાં આ તારીખે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જોઈ લો ટાઇમટેબલગુજરાતમાં આ તારીખે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જોઈ લો ટાઇમટેબલ

ફાઇલ તસવીર

Gujarat Local body Elections 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણને મોટી જાહેરાત કરી છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતના 260 તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે. 53 તાલુકા પંચાયતનું સીમાંકન સાથે રોટ શણ કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગામી 6ઠ્ઠી એપ્રિલે જાહેરનામા પ્રસિદ્ધ થશે. જેમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલ રહેશે.  જેમાં 26મી એપ્રિલે મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જેમાં 28મી એપ્રિલે મતગણતરી યોજવામાં આવશે. 30મી એપ્રિલ, 2026ના દિવસે ચૂંટણી પ્રકિયા પૂરી થશે.

ગુજરાતની કુલ 9992 બેઠક પર ચૂંટણી યોજાશે. જેમાં મતદાર મંડળ સંખ્યા 7241 છે. આ ઉપરાંત મનપાની બેઠકો 1044 અને જિલ્લા પંચાયતની કુલ બેઠકો 1090 છે. જ્યારે 4.19 લાખ લોકો આખરી મતદાર યાદીમાં નોંધાયા છે. જેમાંથી મહાનગરપાલિકાના મતદાર 1.10 કરોડ છે. તાલુકા અને જિલ્લા પંચાયતના 2.85 લાખ મતદાર નોંધાયા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.