ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી, 28 અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ અનેક જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ વિવિધ સરકારી નિગમોના વડાઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Rahul Desai


ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી, 28 અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ અનેક જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ વિવિધ સરકારી નિગમોના વડાઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Rahul Desai


ગાંધીનગર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ રાજ્યભરમાં 28 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ફેરફારોમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), વિવિધ સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે.
મુખ્ય બદલી થયેલા અધિકારીઓ
- ગૌરાંગભાઈ એચ. મકવાણા : MD, UGVCL, મહેસાણા.
- પ્રભાવ જોશી : મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢથી Joint MD, GIDC, ગાંધીનગર.
- એચ. જે. પ્રજાપતિ : પોરબંદર મ્યુનિસિપલ કમિશનરથી DDO, અમરેલી.
- કે. જે. રાઠોડ : MD, DGVCL, સુરત.
- સુથાર રાજ રમેશચંદ્ર : SUDAના CEOથી મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર.
- મહેશ શાંતિલાલ જાની: મિશન ડિરેક્ટર, Gujarat Urban Livelihood Mission.
- સ્મિત સંતોષ લોઢા : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન.
- કે. પી. જોશી : DDO, દેવભૂમિ દ્વારકા.
- ડી. કે. બ્રહ્મભટ્ટ : DDO, ગાંધીનગર.
- એમ. પી. પંડ્યા : MD, Gujarat Medical Services Corporation.
- હિરેન જીતેન્દ્રભાઈ બારોટ : DDO, દાહોદ.
- બી. કે. જોશી : રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ.
- આર. એન. કુચારા : રિજનલ કમિશનર, મ્યુનિસિપાલિટીઝ, રાજકોટ.
- સી. બી. ગણાત્રા : MD, Gujarat State Civil Supplies Corporation.
- સી. એ. ગાંધી : રિજનલ કમિશનર, મ્યુનિસિપાલિટીઝ, વડોદરા.
- બી. એન. પટેલ : Executive Director, Gujarat Gas Ltd.
- એમ. કે. જોશી : CEO, Development Support Agency of Gujarat (D-SAG).
- એ. કે. જોશી : MD, Gujarat Unreserved Educational & Economical Development Corporation.
- કે. એસ. ઝાલા : DDO, ડાંગ-આહવા.
- વી. કે. જાદવ : Director, Developing Castes Welfare.
- ડી. કે. પટેલ : Director, GEDA.
- બી. એચ. પટેલ : MD, Gujarat Scheduled Castes Development Corporation.
- આઈ. આર. વાળા : મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ.
- એમ. ડી. ચુડાસમા : MD, PGVCL, રાજકોટ.
- ડૉ. બી. એસ. પ્રજાપતિ : MD, Gujarat State Rural Development Corporation.
- વી. જી. પટેલ : Additional Rural Development Commissioner, ગાંધીનગર.
- એ. કે. વસ્તાની : Director of Employment & Training.
- પી. બી. રાઠોડ : Director, Skill Development, ગાંધીનગર.
આ વહીવટી ફેરબદલોનો હેતુ વિવિધ વિભાગોમાં કામગીરીને વધુ અસરકારક બનાવવાનો અને વહીવટી તંત્રને મજબૂત કરવાનો હોવાનું સરકારના આદેશમાં જણાવાયું છે.




